Homeગુજરાતીગુજરાતરાજકોટમાં શાળા-કોલેજો, કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટીના મુદ્દે ચેકિંગ, સંચાલકોમાં ફફડાટ

રાજકોટમાં શાળા-કોલેજો, કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટીના મુદ્દે ચેકિંગ, સંચાલકોમાં ફફડાટ

રાજકોટ, 27 નવેમ્બર, 2026 :  Checking on fire safety issues in schools શહેરમાં 25 નવેમ્બરને બુધવારથી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. શાળા-કોલેજોના બીજા સત્રના પ્રારંભના પ્રથમ દિવસે જ શહેર મ્યુનિના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના મુદ્દે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની 8 ટીમો દ્વારા ચેકિંગ કરાતા કેટલીક શાળાઓમાં ફાયર સેફટીના મુદ્દે ત્રુટી જણાતા શાળા સંચાલકોને નોટસ ફટકારવામાં આવી હતી.

ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના વોર્ડ નંબર 16, 17 અને 18 માં અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ સહિતમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયુ હતુ. જેમાં જ્ઞાનધારા વિદ્યામંદિર શાળામાં ફાયર NOC છે અને આગ બુઝાવવા માટેના તમામ સાધનો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે અંજલિ, સોમનાથ અને યોગી સ્કૂલમાં ફાયર NOC ન હોવાનું જાણવા મળ્યું છે. જે શાળાઓમાં ફાયર સેફટીના પુરતા સાધનો નથી. એવી શાળાઓને નોટિસ પાઠવીને સમયમર્યાદામાં ત્રુટી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.

ફાયર વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  શહેરમાં અલગ અલગ પ્રકારની બિલ્ડિંગોને મળી 2,300થી વધુ નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસો એવી ઇમારતોને ફટકારવામાં આવી છે જ્યાં ફાયર સેફટીના સાધનો અપૂરતા છે અથવા તો જરૂરી નિભાવણીના અભાવે બંધ હાલતમાં છે. અને કેટલીક ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો તો ઉપલબ્ધ હોય છે પરંતુ ફાયર એક્સટીંગ્યુસર રિફિલિંગ કરવાના બાકી હોય, પાણીનો વાલ્વ કે મોટર જામ થઈ ગયા હોય અથવા ઇલેક્ટ્રિક વાયરિંગમાં કોઈ ખામી સર્જાઈ હોય તેવી બાબતો ધ્યાને આવતા આ નોટિસો આપવામાં આવી છે. કુલ 2,300 થી વધુ નોટિસો પૈકી લગભગ 350 થી 400 ની આસપાસ એટલે કે 399 જેટલી શાળાઓ અને કોલેજોનો સમાવેશ થાય છે.

ફાયર વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે, શાળા સંચાલકોએ ફાયર સેફટીના તમામ સાધનો વર્કિંગ કન્ડિશનમાં એટલે કે સંપૂર્ણપણે ચાલુ હાલતમાં કરી નાખવા પડશે અને ત્યારબાદ જ શાળા શરૂ કરવાની રહેશે. જે શાળાઓ પાસે ફાયર NOC નથી, તે શાળા માટે ફાયર NOC લેવી ફરજિયાત કરવામાં આવી. જે જગ્યાએ ફાયર સેફટીના સાધનો નહીં હોય અથવા નિયમોનું ઉલ્લંઘન જણાશે ત્યાં કાયદેસરની તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આવી શાળા કે કોલેજોને બંધ રાખવા માટે શિક્ષણ વિભાગ અને સંબંધિત ઉપલી કચેરીઓને પણ સત્તાવાર જાણ કરવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img