Site icon Revoi.in

શાળાઓએ વિદ્યાર્થીઓના પ્રવાસ માટેની જિલ્લા શિક્ષણાધિકારીની હવે ફરજિયાત મંજુરી લેવી પડશે

Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવાસ માટે હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજુરી ફરજિયાત લેવી પડશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આ અંગે એક પરિપત્ર જારી કરીને તમામ શાળાઓને સુચના આપી દીધી છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ શાળા પ્રવાસ માટે લઈ જવાના વાહનોના ડૉક્યુમેન્ટ્સ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હોવા જરૂરી છે. આ સાથે જ કોઈ પણ સ્કૂલ રાતના સમયે પ્રવાસ નહીં ખેડી શકે. જો DEOની સૂચનાની અવગણના કરવામાં આવશે, તો તેવી સ્કૂલોની માન્યતા રદ્દ કરવા સુધીના પગલા લેવામાં આવશે. આ સાથે જ શરતોનો ભંગ કરનારી શાળાઓને નોટિસ ફટકારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત સપ્તાહે વડોદરામાં પ્રવાસે આવેલા નાના ભૂલકાઓથી ભરેલી બૉટ હરણીના તળાવમાં ઊંધી પડી જતાં કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14નાં મોત નિપજ્યા હતા. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરેક સ્કૂલોને પ્રવાસ લઈ જવા માટે મંજૂરી લેવાની સૂચના આપવામાં આવી છે.

આ અંગે વિગતો આપતાં જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરાની દુર્ઘટનાને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરની તમામ શાળાઓએ વિદ્યાર્થીઓને દૂરના કે નજીકના પ્રવાસે લઈ જવા માટે DEO કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે. આ સંદર્ભે તમામ શાળાઓને સુચના આપી છે. કે, શાળા પ્રવાસ માટે લઈ જવાના વાહનોના ડૉક્યુમેન્ટ્સ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હોવા જરૂરી છે. આ સાથે જ કોઈ પણ સ્કૂલ રાતના સમયે પ્રવાસ નહીં ખેડી શકે. જો DEOની સૂચનાની અવગણના કરવામાં આવશે, તો તેવી સ્કૂલોની માન્યતા રદ્દ કરવા સુધીના પગલા લેવામાં આવશે. આ સાથે જ શરતોનો ભંગ કરનારી શાળાઓને નોટિસ ફટકારવામાં આવશે.