Site icon Revoi.in

વિજ્ઞાન: વૈજ્ઞાનિકોએ શોધી નવી મહામારી, આ રીતે ફેલાવવાની સંભાવના

Social Share

દિલ્હી : કોરોનાવાયરસ મહામારી હાલ વિશ્વના લોકો માટે એવી સાબિત થઈ છે કે, લોકો તેને વર્ષો સુધી યાદ રાખે તો પણ તેમાં કઈ નવાઈ નથી. જીવલેણ કોરોનાવાયરસ મહામારીમાં લાખોની સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા નવી મહામારી વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકો દ્વારા મહામારી વિશે કહેવામાં આવ્યું છે કે આ મહામારી બ્રાઝિલના એમેઝોનના જંગલમાં રહેતા પ્રાણીઓમાંથી ફેલાઈ શકે તેમ છે. એમેઝોનના જંગલમાં રહેતા વાંદરા, ચામાચીડિયા અને ઉંદરમાં રહેલા બેક્ટેરિયાથી આ બીમારી ફેલાઈ શકે છે.

બ્રાઝિલના માનોસ શહેરમાં આવેલી ફેડરલ યુનિવર્સિટી ઓફ એમેઝોનાસના બાયોલોજીસ્ટ માર્સેલો ગોર્ડો અને તેમની ટીમ દ્વારા આ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી છે કે, હાલમાં જ તેમને કુલરમાં ત્રણ પાઈડ ટેમેરીન વાનરની સડેલી લાશ મળી છે. કોઈક દ્વારા કુલરનો વિજળી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે વાનરોની મોત થઈ હતી. તે બાદ વાનરોના લોહીના સેમ્પલ લઈને તેના પર શોધ કરતા જાણવા મળ્યું કે મૃત વાનરમાંથી પેરાસિટિક વાર્મ્સ, વાયરસ અને અન્ય સંક્રમણ ફેલાવે તેવા વાયરસ મળી આવ્યા છે.

વિજ્ઞાની અલેસાંડ્રા દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે માણસો જંગલોનો નાશ કરી રહ્યા છે તેના કારણે આ પ્રકારની બીમારીઓ સામે આવી છે. ચીનમાંથી આ પ્રકારે કેટલાક વાયરસ સામે આવ્યા છે જેમાં સૌથી પહેલા મિડલ ઈસ્ટ સિંડ્રોમ નામનો વાયરસ આવ્યો, તે બાદ સાર્સ વાયરસ અને હવે કોરોનાવાયરસ ફેલાયો જેણે 2 વર્ષથી વિશ્વને હચમચાવીને મુકી દીધુ છે.

આગળ વધારે ઉમેરતા વિજ્ઞાનની ટીમએ જણાવ્યું કે જંગલનું ઓછુ પ્રમાણ એ ભવિષ્યમાં કેટલીક મોટી મહામારીઓને આમંત્રણ આપી શકે છે. ચામાચીડિયાની 1400 પ્રજાતિમાંથી 12 ટકા પ્રજાતિ એમેઝોનના જંગલોમાં રહે છે.