Site icon Revoi.in

વૈજ્ઞાનિકોએ ફિનલેન્ડમાં કોરોનાના નવા પ્રકારની કરી પૃષ્ટિ – વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટનો ભય

Social Share

વિતેલા વર્ષમાં ફેલાયેલા કોરોના વાયરસે અનેક સ્વરુપ ઘારણ કર્યું છે,ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસ 2020 માં વૈશ્વિક મહામારીના રૂપમાં આવ્યો અને હવે તે વાયરસના નવા સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. જેના કારણે વિશ્વની સામે ચિંતાની નવી દિવાલો ઉભી થઈ છે.

પહેલા કરતા યુનાઇટેડ કિંગડમમાં વધુ સ્ટ્રેનના સંક્રમણે વધુ ભય ફેલાવ્યો છે,. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોન સ્ટ્રેનને પગપેસારો કર્યો છે. દરમિયાન, વૈજ્ઞાનિકોએ કોરોનાના અન્ય એક નવા પ્રકાર વેરિયેન્ટની શઓધ કરી છે. કોરોનાના આ નવા પ્રકારની ફિનલેન્ડમાં પૃષ્ટિ કરવામાં આવી છે, જે માનવામાં આવી રહ્યું છે કે તે દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનનું પરિવર્તન છે. તે સ્ટ્રેન રસીની અસરને પણ ઘટાડી રહ્યું છે.

ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ નવા સ્ટ્રેનનું ફિન -796 એચનું અસ્થાયી નામ આપ્યું છે અને હજી સુધી નવા સ્ટ્રેનનો એક જ કેસ સામે આવ્યો છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તે ચોક્કસ નથી કહી શકાતું કે મોટા પ્રામણમાં તે લોકોમાં ફેલાય રહ્યો છે. આ સાથે, માનવામાં આવે છે કે આ નવો સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા નવા પ્રકારમાં પણ પરિવર્તનનું સંયોજન છે.

ફિન્ડલેન્ડના વૈજ્ઞાનિકોનું માનવું છે કે,દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા આ વેરિયેન્ટ પ્રસરવાની શક્યતાઓ રહેલી નહતી,સ્કેન્ડિનેવિયોઈ દેશઓમાં હાલ સુધી માત્ર 51 હજાર કોરોનાના કેસ મળી આવ્યા હતા જેમાં 700 લોકોના મોત થયા છે.

સાહિન-