Site icon Revoi.in

SCO દેશોનો આતંકવાદ સામે સામૂહીક અવાજ , કહ્યું ‘આતંકવાદી ગતિવિધિઓ સામે કાર્યવાહી જરૂરી’

Social Share

દિલ્હીઃ- વિશઅવભરમાં હાલ મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા આતંકવાગદી પ્રવૃત્તિઓની છે દરેક દેશ આતંકવાદ સામે કટ્ટરતાથી લડી રહ્યો છે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓના સભ્ય દેશોને આતંકવાદને ખતમ કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને મદદ અને નાણાં પૂરાં પાડનારાઓની જવાબદારી નક્કી કરવા સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું છે.

દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોને સંબોધતા  રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા આતંકવાદી પ્રવૃત્તિઓને મદદ કરવી એ માનવતા વિરુદ્ધના અપરાધો છે અને આ ખતરાથી શાંતિ સ્થાપી શકાતી નથી. તેમણે યુવાનોના કટ્ટરપંથીકરણ પર ચિંતા વ્યક્ત કરી અને તેને સમાજની સામાજિક આર્થિક પ્રગતિના માર્ગમાં અવરોધ અને એક મોટો સુરક્ષા પડકાર ગણાવ્યો.

આ સાથે જ  સર્વસંમતિથી આતંકવાદની નિંદા કરવામાં આવી હતી. ઉપરાંત,  આતંકવાદને અંકુશમાં લેવા માટે એક અવાજે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. સંરક્ષણ સચિવ ગિરધર અરમાનેએ કહ્યું કે ભારત આ વર્ષે SCO અધ્યક્ષ તરીકે સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરશે.

આ સહીત દ્યારે બેઠક પૂર્ણ થવાની હતી ત્યારે બેઠકના સમાપન પર શુક્રવારે પત્રકારોને સંબોધતા, અરમાને કહ્યું, “તમામ સભ્ય દેશો તેમના નિવેદનમાં એકમત છે કે આતંકવાદ, ગમે તે સ્વરૂપમાં હોય, તેની નિંદા અને નિયંત્રણ થવી જોઈએ.”વધુમાં કહ્યું કે હતું કે આતંકવાદ વિરોધી, સંવેદનશીલ દેશોની સુરક્ષા તેમજ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સહિત તમામ સભ્ય દેશો વચ્ચે સહકારના અનેક ક્ષેત્રો પર સહમતિ છે.