Site icon Revoi.in

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેમજ ગરમ પવન ફુંકાયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડીગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધુ રહ્યો હતો. 11 શહેરમાં તો ગરમી 41 ડીગ્રીને પાર કરી ગઈ હતી. 42.7 ડીગ્રી સાથે ડીસા અને સુરેન્દ્રનગર સૌથી ગરમ હતા. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે