Site icon Revoi.in

સ્ક્રીન લોક થઈ ગયેલા સ્માર્ટફોનને સરળતાથી અનલોક કરી શકાય

Social Share

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરી રહ્યાં છે. ત્યારે અનેક લોકો ફોનને સુરક્ષિત રાખવા માટે સ્ક્રીન લોક, પેટર્ન કે પાસવર્ડ રાખે છે. પરંતુ કેટલાક વાર પાસવર્ડ અથવા પેટર્ન ભૂલી જઈને ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. તેમજ ફોનનું લોક ખોલાવવા માટે દોડાદોડ શરૂ કરીએ છીએ. તેમજ મોટો ખર્ચ કરીને લોકો ફોનનું લોક ખોલાવે છે. જો કે, હવે ફોનના સ્ક્રીન લોકનો પાસવર્ડ ભૂલી જાવ તો ચિંતા કરવાને બદલે ઘરમાં જ સરળતાથી અનલોક કરી શકાય છે.

ફોનના સ્ક્રીન લોકનો પાસવર્ડ અથવા પેટર્ન ભૂલી ગયા હોવ ત્યારે તાત્કાલિક ફોનને બંધ કરી દેવો જોઈએ. એક મિનિટ બાદ ફોનના વોલ્યુમના નીચેના બટન અને પાવર બટનને એક સાથે દબાવો. જેથી ફોન રિકવરી મોડમાં ચાલ્યો જશો. ત્યાર બાદ ફેક્ટરી રીસેટ બટન પર ક્લિક કરો. એકાદ મિનિટ બાદ ડિવાઈસને સ્ટાર્ટ કરવું જોઈએ. આમ કરવાથી તમામ લોગ-ઈન આઈડી અને એકસ્ટર્નલ મોબાઈલ એપ ડીલીટ થઈ જશે અને ફોન અનલોક થઈ જશે. આ ઉપરાંત અન્ય રીતે પણ સ્માર્ટ ફોનને અનલોક કરી શકાય છે.