Site icon Revoi.in

અંતરીક્ષમાં જઇ રહેલા જેફ બેઝોસેની બાજુમાં બેસવાની સીટની અબજો રુપિયામાં થઈ હરાજી

Social Share

દિલ્હીઃ- બિઝનેસની દુનિયામાં જેફ બેઝોસ એકજાણીતું નામ છે, થેલ્લા દિવસોથી તેઓ ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે,અમેઝોનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અને અબજોપતિ જેફ બેઝોસની અંતરિક્ષ યાત્રાહાલ ચર્ચામાં જોવા મળે છે ત્યારે જેફ બેઝોસ જે સ્પેસશિપથી સ્પેસમાં જવાના છે તેમની બાજુની સીટ માટે વિતેલા દિવસને શનિવારના રોજ હરાજી કરવામાં આવી હતી.

આ હરાજીમાં જેફ બેઝોસની બાજુમાં બેસવા અને સ્પેસમાં જવા માટે એક વ્યક્તિએ 2 અબજ 5 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, વિતેલા દિવસને શનિવારના રોજ લાઇવ ફોન ઓક્શન ખુલવાના માત્રને માત્ર 4 મિનિટની અંદર જ 2 કરોડથી વધુ લોકોએ હરાજીમાં બોલી લગાવી હતી,આ હરાજી 7 મિનિટ ચાલી હતી ત્યાર બાદ તેને સ્ટોપ કરવામાં આવી.

આ હરાજીમામં જીત મેળવનારે અબજો રુપિયા ખર્ચ કર્યા છે,હરાજીમાં અબજોની બોલી લગાવીને તેમણે જેફ બેઝોસની બાજુમાં બેસવાની અને અંતરિક્ષમાં જવાની પસંદગી કરી છએ, જો કે આ વ્યક્તિની ઓળખ  હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી પ્રમાણે અબજોની બોલી લગાવનાર આ વ્યક્તિ અંતરિક્ષમાં ક્ષેત્રનું કોી ધનિક હોવાનું મનાઈ રહ્યું છે.

બ્લૂ ઓરિજિન 20 જુલાઈના રોજ લોન્ચ થનાર છે.જે વેસ્ટ ટેક્સાસ માટે ઐતિહાસિક ક્ષણ હશે કે જ્યારે હવે અંતરિક્ષ યાત્રા માટે પ્રાઇવેટ કોમર્શિયલને પણ આગળ વધવાની તક મળી રહી છે. બ્લુ ઓરિજિનના સ્થાપક અને એમેઝોન ડોનાટ કોમ સીઈઓ બેઝોસની વિશ્વના સૌથી ધનિક લોકોમાં ગણના થાય  છે. બેઝોસ આજીવન અંતરિક્ષના ઉત્સાહી રહ્યા છે.