Site icon Revoi.in

 નવી દિલ્હીમાં કલમ 144 લાગુ -રાહુલ ગાંધીની ખેડૂતોના ટેકામાં યોજાનારી રાષ્ટ્રપતિ ભવન સુધીની માર્ચ પર પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ-કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા કૃષિ કાયદાને લઈને સમગ્ર ભારતના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે , છેલ્લા 28 દિવસોથી ખેડૂતો દિલ્હીની સીમા પર આંદોલન કરીને આ કાયદાઓ પરત કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંઘી ખેડૂતોના સહયોગમાં રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાની  મંજુરી મળી નથી,  આ સાથે જ તેઓને માત્રને માત્ર 3 વ્યક્તિઓ સાથે જ નમાર્ચ કરવાની અને રાષ્ટ્રપતિને મળવા માટેની પરવાનગી મળી છે

ત્યારે હવે ખેડૂતોના આંદાલનને લઈને રાજઘાની નવી દિલ્હીમાં આજે ઇન્ડિયન પીનલ કૉ઼ડની 144 કલમ લાગુ કરવામાં આવી છે ત્યારે આ સ્થિતિમાં રાહુલ ગાંઘીની માર્ચ પર પ્રતિબંધ લાગી ગયો છે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્રારા જેટલા પણ પ્રસ્તાવ ખેડૂતોને મોકલવામાં આવ્યા હતા તે તામમને ખેડૂતોએ નકાર્યા છે, સરકાર તેમના દ્વારા બનાવાયેલા કાયદા પરત કરવાની ના કહી રહી છે તો બીજી તરફ ખેડૂતો પોતાની જીદે અડગ રહીને આંદોલન કરતા જ જઈ રહ્યા છએ, ત્યારે વિતેલા દિવસે ખેડૂત દિવસના રોજ રક્ષામંત્રીએ કહ્યું હતુ કે સરકાર ખેડૂતો સાથે વાત કરી રહી છે અને તેઓ જલ્દીથી તેમનું આદોંલન પરત ખેંચશે

આ બાબતે હવે રાહુલ ગાંઘી ખેડૂતોના સાથે આવવા માટે આજે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ સ્થાનિક વહીવટી તંત્રે અને પોલીસે તેમને આ માટે પરવાનગી આપી નથી. રાહુલ સાથે અન્ય કોંગ્રેસી સાંસદો પણ આ માર્ચમાં જોડાવાના હતા આ સાથે જ માત્ર ત્રણ નેતાઓને રાષ્ટ્રપતિને મળવાની મંજુરી મળી છે.

સાહિન-