- કર્ણાટકના 9 જીલ્લાઓમાં કલમ 144 લાગૂ
- હિજાબ વિવાદને લઈને ઘારા લાગૂ કરવામાં આવી
બેંગલુરુ- દેશના રાજ્ય કર્ણાટાકમાં હિજાબ પહેરવાને મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે, હવે આ વિવાદના પડઘાઓ આંતરરાષ્ટ્રી.ય સ્તરે પણ પડી રહ્યા છે, ત્યારે રાજ્યમાં શાંતિનો માહોલ બની રહે છે માટે 9 જેટલા જીલ્લાઓમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
કર્ણાટક રાજ્યની બસવરાજ બોમાઈ સરકારે હવે તુમાકુરુ જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં કોલેજો ફરી શરૂ થયા બાદ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણ. લેવાયો છે. પ્રશાસન શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ કોઈપણ પ્રકારની હિંસા અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ આદેશ તમામ શૈક્ષણિક સંસ્થાઓથી 200 મીટરના અંતરે લાગુ કરવામાં આવ્યો. આ પહેલા, ઉડુપી જિલ્લા પ્રશાસને કલમ 144 લાગુ કરી હતી જેની સમયમર્યાદા 19 ફેબ્રુઆરી સુધી હતી , આ નિયમ તમામ વિસ્તારોમાં સ્થિત હાઈસ્કૂલની આસપાસ લાગુ રહેશે.
કર્ણાટક સરકારે તમામ પ્રકારની રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત સ્લોગન ચોંટાડવા, ગીતો વગાડવા અને ભાષણ આપવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી એવા બીસી નાગેશે જાહેરાત કરી હતી કે હિજાબના વિરોધ દરમિયાન બંધ કરાયેલી તમામ પ્રિ-યુનિવર્સિટી કોલેજો અને ડિગ્રી કોલેજો 16 ફેબ્રુઆરીથી ખુલશે. કોઈપણ વિવાદને રોકવા માટે અનેક શહેરો અને શાળાઓની નજીક પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જે જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેમાં બાગલકોટ, બેંગલુરુ, ચિક્કાબાલાપુરા, ગડક, શિમોગા, મૈસુર અને દક્ષિણ કર્ણાટકનો સમાવેશ થાય છે.