Site icon Revoi.in

સેક્યુલર છબી, દક્ષિણના ડરે કૉંગ્રેસને રાખી રામલલાથી દૂર, સોનિયા-ખડગેએ રામમંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું

Social Share

નવી દિલ્હી: કૉંગ્રેસે લગભગ ત્રણ સપ્તાહ સુધી રાજકીય નફા-નુકશાનનું આકલન કર્યા બાદ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના નિમંત્રણનો સસમ્માન અસ્વીકાર કર્યો છે. પાર્ટીએ આ કાર્યક્રમને રાજકીય ગણાવ્યો છે. કૉંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે રાજકીય લાભ-હાનિના મુકાબલે તેના માટે વિચારધારા વધુ મહત્વની છે. તેનાથી પાર્ટીએ પોતાની ધર્મનિરપેક્ષ છબીને ધાર આપી છે.

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાને લઈને કૉંગ્રેસની અંદર ઘણી ચર્ચાવિચારણા થઈ. આ મુદ્દા પર પાર્ટીની અંદર બે અભિપ્રાય હતા. એક વર્ગ ચાહતો હતો કે પાર્ટીના પ્રતિનિધિ તરીકે કોઈ નેતા કાર્યક્રમમાં સામેલ થાય, જ્યારે બીજો પક્ષ ચાહતો હતો કે આ રાજકીય કાર્યક્રમ છે, તેના માટે પાર્ટીને આનાથી દૂર રહેવું જોઈએ. આખરે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિમંત્રણને સસમ્માન અસ્વીકારવાનું જાહેર એલાન કર્યું છે.

કૉંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી અંતર બનાવીને પોતાના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતને મજબૂતાય આપવાની કોશિશ કરી છે. કોંગ્રેસ નિમંત્રણનો સ્વીકાર કરીને ભાજપના એજન્ડામાં ફસાવવા માંગતી ન હતી, કારણ કે કાર્યક્રમમાં સામેલ થવા છતાં ભાજપે સીધા મુકાબલાવાળા રાજ્યોમાં તેને કોઈ રાજકીય લાભ મળ્યો નથી. 2019ની લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓની વચ્ચે 186 બેઠકો પર સીધો મુકાબલો હતો, તેમાંથી 170 બેઠકો પર ભાજપે શાનદાર જીત નોંધાવી હતી.

કૉંગ્રેસે દક્ષિણને ધ્યાનમાં રાખ્યું

તેની સાથે કોંગ્રેસને ડર હતો કે રામમંદિરના શુભારંભમાં જવાથી દક્ષિણમાં ખોટો સંદેશ જઈ શકે છે. દક્ષિણના નેતા પહેલા જ પાર્ટી પર કાર્યક્રમમાં નહીં જવાનું દબાણ બનાવી રહ્યા હતા. કર્ણાટક અને તેલંગાણામાં પાર્ટીના સારા પ્રદર્શનની આશા છે. ગત ચૂંટણીમાં પાર્ટીને દક્ષિણથી 28 બેઠકો મળી હતી. કેરળમાં પાર્ટીએ 20માંથી 15 બેઠકો પર જીત મેળવી હતી. તેવામાં પાર્ટીએ દક્ષિણને ધ્યાનમાં રાખીને નિમંત્રણનો અસ્વીકાર કરવાનો નિર્ણય કર્યો.

ઈન્ડિયા ગઠબંધન સાથે એકતાનો પ્રયાસ

કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના ઘટકદળો સાથે એકતા દર્શાવવાની પણ કોશિશ કરી છે, કારણ કે ગઠબંધનના ઘણાં પક્ષોના નેતાને આમંત્રણ મળ્યું નથી. ઘણાં પક્ષ અયોધ્યા જવાથી ઈન્કાર કરી ચુક્યા છે. પાર્ટી પ્રાણ પ્રતિષ્ઠાને એક રાજકીય કાર્યક્રમ માને છે, આ કારણ છે કે રણનીતિકાર ઘણી વિચારણા બાદ આ નિર્ણય પર પહોંચ્યા કે ભાજપના એજન્ડામાં ફસાવાના સ્થાને વિચારધાને મજબૂતાય આપવું વધારે મહત્વપૂર્ણ અને આગામી સમયમાં ફાયદાકારક સાબિત થશે.

કટ્ટર હિંદુત્વની રાજનીતિથી અંતર

કોંગ્રેસે આ નિર્ણય દ્વારા ભાજપની કટ્ટર હિંદુત્વની રાજનીતિથી ખુદને અલગ રાખવાનો પણ સંકેત આપ્યો છે. મધ્યપ્રદેશમાં કમલનાથ અને છત્તીસગઢમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલના સોફ્ટ હિંદુત્વની રાહ પર ચાલવાની કોશિશ કરી હતી. જો કે આનો લાભ મળ્યો નથી. કમલનાથે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પણ કરાવી હતી, પરંતુ વિધાનસભામાં મતદાતાઓએ કોંગ્રેસની આ કોશિશોને ઠુકરાવી દીધી હતી. માટે ધર્મને વ્યક્તિગત વિષય બનાવતા પાર્ટીએ રાજકીય પક્ષ તરીકે ખુદને અલગ કરી લીધો હતો.