Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કાશ્મીરી ફાઈલ્સ’ ને લઈને દિલ્હીમાં સુરક્ષામાં કરાયો વધારો -તમામ ડીસીપીને સતર્ક કરાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ઘ કાશ્મીરી ફાઈલ્સ ફઇલ્મ ખૂબ પ્રચલીત બની છે, વિવેક અગ્નિહોત્રીની આ ફઇલ્મે બોક્સ ઓફીસ પર સારુ પ્રદશર્ન કર્યું છે ત્યારે આ ફિલ્મને લઈને રાજધાની દિલ્હીમામ સતર્કતા વધારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે એક તરફ જ્યાં ઘણા લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકોએ ફિલ્મ પ્રત્યે તેમની નારાજગી પણ વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં આ ફિલ્મ ચર્ચાનો મુદ્દો બની છે.જેને  ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના તમામ ડીસીપીને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને મિશ્ર વસ્તીવાળા વિસ્તારમાં પોલીસને ચેતવણી આપવામાં આવી હતી.

બે દિવસ અગાઉ 14 માર્ચના રોજ દિલ્હીના તમામ જિલ્લાના ડીસીપી, પીસીઆર અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓને આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી.જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં જ નોઈડાના સિનેમા હોલમાં ફિલ્મ બંધ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. મામલો વધતો જોઈને પોલીસને ઘટનાસ્થળે જઈને મામલો ઠંડો પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જોકે કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પરંતુ આને લઈને નવા વિવાદો જન્મી રહ્યા છે.જેને લઈને હવે દિલ્હી પોલીસ પણ સતર્ક બની છે ્ને કોી બનાવ ન બને તેનું ધ્યાન રાખી સુરક્ષામાં વધારો કર્યો છે

Exit mobile version