Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ,આતંકીઓ છુપાયા હોવાની માહિતી પર કાર્યવાહી

Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દસલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના સમાચાર છે. સેનાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરક્ષા દળોને ગઈકાલે જ અમરનાથ યાત્રા પહેલા મોટા આતંકવાદી હુમલાના ઈનપુટ મળ્યા હતા. જે બાદ જવાનો દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદથી સરહદ પર બેઠેલા આતંકવાદી સંગઠનોએ આગામી અમરનાથ યાત્રામાં ખલેલ નાખવાનું કાવતરું ઘડવાનું શરૂ કરી દીધું છે. ISIના કહેવા પર લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના પ્રશિક્ષિત આતંકવાદીઓને પાકિસ્તાની રેન્જર્સ અને પાકિસ્તાની સૈનિકોના બંકરોમાં આશ્રય આપવામાં આવ્યો છે.

તેમને આગામી એક મહિનામાં કોઈપણ સંજોગોમાં ઘૂસણખોરી કરવા અને અમરનાથ યાત્રા શરૂ થવાના બે-ત્રણ દિવસ પહેલા મોટો હુમલો કરવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સિયાલકોટ પાસેના શકરગઢ, પૂંચમાં બિમ્બર, મીરપુર અને કોટલી વગેરેમાં 30 થી 40 પ્રશિક્ષિત આતંકવાદીઓ તૈયાર કરવામાં આવ્યા છે.

આ આતંકવાદીઓ આગામી 15 થી 20 દિવસમાં ગમે ત્યારે ગમે ત્યાંથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. કઠુઆના હીરાનગર, સાંબાના રામગઢ, રાજોરીના નૌશેરા અને પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરમાંથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. તેમને ઘૂસણખોરી માટે તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે ડ્રોન દ્વારા દારૂગોળો, હથિયારો અને રોકડ મોકલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.