Site icon Revoi.in

શિવસેનાના 15 બળવાખોર ઘારાસભ્યોની સુરક્ષા વધારાઈ -કેન્દ્ર એ ‘Y’ પ્લસ સુરક્ષા પ્રદાન કરી

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની રાજનિતીમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે ત્યારે શિવસેનાના પૂર્વ નેતા એકનાથ શિંદેનું પલડું નમતું જોવા મળી રહ્યું છે.ઉદ્ધવ ઠાકરે અને શિંદે હવે આમને સામને જોવા મળે છે આવી સ્થિતિમાં શિંદેના 15 જેટલા બળવાખર ઘારાસભ્યોની સુરક્ષા વધારવામાં આવી છે.

વિધાનસભાના ઉપાધ્યક્ષના નિર્ણય સામે શિંદે જૂથ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. એકનાથ શિંદેને શિવસેના વિધાયક દળના નેતા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, ડેપ્યુટી સ્પીકરની તરફથી બળવાખોર ધારાસભ્યોને પણ નોટિસ આપવામાં આવી હતી. શિંદે જૂથનું કહેવું છે કે ડેપ્યુટી સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને તેમના જવાબો દાખલ કરવા માટે ઓછામાં ઓછા સાત દિવસનો સમય આપવો જોઈએ.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્ર સરકારે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા આપી છે. આ અંતર્ગત બળવાખોર ધારાસભ્યોની સુરક્ષામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના જવાનોને તૈનાત કરવામાં આવશે.મીડિયા એહવાલ મુજબ આ માહિતી મળી રહી છે.

હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતનો સૂર બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે ઉદ્ધવ કેમ્પ તરફથી એકનાથ શિંદેને વિનંતી કરવામાં આવી રહી હતી. હવે સંજય રાઉત વિદ્રોહી શિંદે કેમ્પને સતત ધમકી આપી રહ્યા છે. સંજય રાઉતે રવિવારે કહ્યું કે તમે ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈ જશો, તમારે ચોપાટીમાં આવવું પડશે. બીજી તરફ કેન્દ્ર સરકારે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને Y શ્રેણીની સુરક્ષાની જાહેરાત કરી છે.