Site icon Revoi.in

પ્રેમના પ્રતિક ગણાતા તાજમહેલનો સુરક્ષા બંદોબસ્ત વધારાશે – વહિવટતંત્ર દ્રારા આ મહત્વનું પગલું ભરાશે

Social Share

 

વિશ્વની સાતમી અજાયબી ગણાતા આગ્રામાં સ્થિત તાજમહેલ વિશ્વભરમાં જાણીતો છે ત્યારે તેની સુરક્ષાને લઈને અનેક મહસ્વના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે જેથી કરીને તાજમહેલની અંદર ખોટી રીતે પ્રવેશને અટકાવી શકાય અને સુરક્ષા પર પુરતું ધ્યાન આપી શકાય

તાજમલની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા પાછળથી ચેઈન ફેન્સીંગ કરવામાં આવી રહી છે. જેથી તેની પાછળ  સ્થિત મહેતાબ બાગની બાજુમાંથી કોઈ અંદર  પ્રવેશી શકે નહી

તાજમહેલની સુરક્ષા માટે તાજની પાછળ ચેઈન ફેન્સીંગ કરવામાં આવી રહી છે, જે તાજમહેલની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરે છે. તાજમહેલની પાછળ, યમુના નદીના કિનારે તાજમહેલની સુરક્ષામાં પહેલાથી જ વાયરની ફેન્સીંગ કરવામાં આવી રહી છે, પરંતુ તે હવે ઘણી જૂની થઈ ગઈ છે. જેના કારણે તાજની સુરક્ષા સાથે સંબંધિત એજન્સીએ એએસઆઈને ફેન્સિંગ બદલવા માટે કહ્યું હતું. જે બાદ ફેન્સીંગ બદલવાની કામગીરી તેજ બની છે,આ ફેન્સીંગના કારણે તાજમહેલમાં પાછળથી કોઈ પ્રાણી કે મનુષ્ય પ્રવેશી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે તાજ મહેલની સુરક્ષા અંગેની માસિક બેઠકમાં તાજની સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીએ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે મહેતાબ બાગ યમુના બાજુની ફેન્સિંગ બદલવી જોઈએ, જેને એએસઆઈ એ તે વાતને સ્વીકારી હતી ત્યારે હવે આ બબાતે કાર્. કરવામાં આવી રહ્યું ચે

અધિકારીના જણાવ્યા પ્રમાણે યમુના કાંઠે મહેતાબ બાગની ફેન્સીંગ જર્જરિત થઈ ગઈ છે, જેના પર ASI તરફ કામ શરૂ કરવામાં આવ્યું છે. લગભગ દોઢ મહિનાથી અહીં કામ ચાલી રહ્યું છે. તેને બદલતી વખતે તાજની પાછળથી ફોટોગ્રાફીમાં કોઈ દખલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે આ એવું સ્થળ છે કે જ્યાછી પ્રવાસીઓ ાજનહેલના પાછળનો ભાગનો ફોટો ક્લિક કરતા હોય છે જેથી તે વાતનું પણ ફેન્સીંગ બદલતા વખતે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.

 

Exit mobile version