Site icon Revoi.in

પાકિસ્તાન સુપર લીગની મેચ વચ્ચે મોહમ્મદ આમિરને જોઈને લોકોએ ફિક્સર…ફિક્સરના સુત્રોચ્ચાર થયાં

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન સુપર લીગની 28મી મેચ લાહોર કલંદર્સ અને ક્વેટા ગ્લેડિએટર્સ વચ્ચે રમી હતી. મેચમાં ક્વેટાએ શાનદાર જીત દર્જ કરી હતી. મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સના બોલર મોહમ્મદ આમિરને ફેન્સએ બેજ્જતી કરવામાં આવી હતી. તે ફિલ્ડિંગ કરીને પાછો આવતો હતો ત્યારે ફેન્સ તેને ફિક્સર-ફિક્સર કહી રહ્યા હતા. આમિર અને ફેન્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી હતી. વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મેચ દરમિયાન મોહમ્મદ આમિર મેદાનની બહાર આવીને ડ્રેસિંગ રૂમમાં જતો હતો ત્યારે ફેન્સ તેને ફિક્સર-ફિક્સર કહેવા લાગ્યા હતા. આમિર ત્યાંથી પસાર થયો ત્યારે તેને એક ફેન્સનો અવાજ સંભળાયો. પછી આમિરે પાછા આવીને ચાહકોને ઠપકો આપતા કહ્યું કે, ‘તમે ઘરેથી આ શીખીને અહીં આવો’. આમિરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનના સ્ટાર બોલર આમિરને મેચ ફિક્સિંગના આરોપમાં વર્ષ 2010માં જેલ જવુ પડ્યું હતુ. જેમાં તેને કુલ 6 મહિનાની સજા થઈ હતી. સ્પોટ ફિક્સિંગના આરોપમાં જેલમાં ગયા પછી તેના પર 5 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેને સ્પોટ ફિક્સિંગ કેસમાં ફસાવવામાં આવ્યો ત્યારે તે 18 વર્ષનો હતો. આ પછી તેના કરિયરમાં ઉતાર-ચઢાવ આવ્યા. આમિર હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ નથી રમતા. માત્ર T20 લીગમાં જ ભાગ લે છે.

મોહમ્મદ આમિરએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી 36 ટેસ્ટ, 61 વન-ડે અને 50 ટી20માં ક્રમશ: 119, 81 અને 59 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 5 વિકેટ લેવાનો કારનામો તેમને 4 વાર કર્યો છે. તે પાકિસ્તાનના ફાસ્ટ બોલરની યાદીમાં સામેલ છે.