Site icon Revoi.in

મંત્રી કિરણ રિજિજૂનો ડાન્સ જોઈને પીએમ મોદીએ કર્યા વખાણ- કહ્યું, ‘આપણા કાયદા મંત્રી સારા ડાન્સર પણ છે’

Social Share

 

દિલ્હીઃ-  જો આપણા દેશના વડાપ્રધાન કોઈ વસ્તુ કે વ્યક્તિ કે  પછી વ્યક્તિની પ્રતિભાના  વખાણ કરે તો તે વાત ચોક્સસ સમાચારની હેડલાઈન બને છે ,ત્યારે તાજેતરમાં કંઈક આવો જ બનાવ બનવા પામ્યો છે, દેશના કાયદા મંત્રી કિરણ રિજિજુનો ડાન્સ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કાયદા મંત્રીનો આ ડાન્સ વીડિયો જોઈને પીએમ મોદીએ પોતે તેમના ડાન્સના વખાણ કર્યા છે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ બુધવારે રાત્રે એક ટ્વિટમાં વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયના પ્રોજેક્ટ્સની દેખરેખ રાખવા માટે કાજલાંગ ગામની મુલાકાતનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને ગુરુવારના રોજ કાયદા મંત્રી કિરણ રિજિજુના ડાન્સ પ્રશંસા કરી હતી. કાયદા મંત્રીએ બુધવારે અરુણાચલ પ્રદેશના એક ગામમાં લોકો સાથે ડાન્સ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમના ડાન્સની પ્રશંસા કરી છે.

પીએમ મોદીએ કહ્યું, ‘અમારા કાયદા મંત્રી કિરેન રિજિજુ પણ એક સારા ડાન્સર છે. અરુણાચલ પ્રદેશની જીવંત અને ભવ્ય સંસ્કૃતિ જોઈને આનંદ થયો. પીએમ મોદીએ કિરેન રિજિજુના વીડિયોને રીટ્વીટ પણ કર્યો છે અને તેના પર આ કેપ્શન લખ્યું છે.

આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લાખો લોકોએ જોયો છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થી રહ્યો છે ત્યારે હવે પીએમ મોદી એ કરેલી મંત્રીના ડાન્સની પ્રસંશા કર્યા બાદ આ વીડિયો વધુ લોકો જોશે એ વાત તો નક્કી જ, દેશના વજાપ્રધાન જો કોઈ વ્યક્તિ કે વસ્તુને પસંદ કરે તો દેશની જનતા માટે તે મોટી વાત બની જાય છે.