Site icon Revoi.in

આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમઃ PM મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાત

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. 1 ઓક્ટોબર 2020થી શરુ કરવામાં આવેલી સ્વયંપૂર્ણ ગોવાની પહેલ પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારતના આહવાનથી પ્રેરિત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવા સરકારના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ કાર્ય અન્ય રાજ્ય સરકાર માટે અનુકરણીય છે. સામાન્ય લોકોને ઉત્તમ જીવન મળે, તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્વયંપૂર્ણ ગોવા અભિયાન તે જ પ્રયાસોનો એક ભાગ છે, તેમ પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ જયારે ગુજરાતમાં હતા, ત્યારે તેમણે સ્વયં સહાયતા જૂથને પ્રશિક્ષણ અપાવવાનું કાર્ય કર્યું હતું. શની દીકરીઓ દરેક ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી રહી છે. ખેડૂતોની પ્રગતિ માટે અમે કટિબદ્ધ છીએ.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરિકરને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમની આગેવાની હેઠળ ગોવાએ સુંદર રીતે વિકાસના સોપાન સર કરી રહ્યું હતું, જયારે આજે તેમની એક નવી ટીમ ગોવામાં વિકાસની ગતિને વધુ ઝડપથી આગળ ધપાવવાનું કામ કરી રહી છે.

Exit mobile version