Site icon Revoi.in

દિવાળીને લઈને રાજકોટના બજારમાં ધૂમ, રોજ રાતે હજારોની સંખ્યામાં લાગે છે ખરીદી માટે ભીડ  

Social Share

રાજકોટ :કોરોના પછી હવે બજારોની સ્થિતિ સુધરી રહી છે. લોકો હવે ફરીવાર ખરીદી કરવા માટે બજારોમાં પહોંચી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ ખરીદીને લઈને લોકોનો સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. રાતના સમયમાં રાજકોટના ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં પગ મૂકવાનીપણ જગ્યા રહેતી નથી. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકીશહેરીજનો ખરીદી કરવા માટે બજારમાં   કળ્યાધર્મેન્દ્રરોડ,ગુંદાવાડી સહિતના વિસ્તારોમાંલોકોનો જમાવડો જોવા મળે છે.

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની ઉજવણીનોલોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. હજુ પણ ચાલુ સપ્તાહમાં અનેકવિધ ચીજવસ્તુઓનીખરીદી શરુ રહેશે. દિવાળીના તહેવારોમાં આ વર્ષે સારી ખરીદી નીકળતા વેપારીઓના ચહેરામલકાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીના કારણે દિવાળીની ઉજવણી ફીક્કી રહી હતી.પરંતુ આ વર્ષે કોરોના સમી જતા દિવાળી તહેવારોમાંખરીદીનો પ્રારંભ થયો છે .અને મોટી સંખ્યામાં લોકો બજારમાં ખરીદી કરતાં નજરે પડી રહ્યા છે.

Exit mobile version