Site icon Revoi.in

સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે પ્રથમ જથ્થાને રવાના કરાતા PM મોદીએ ટ્વિટ કરીને કરી પ્રશંસા

Social Share

 

દિલ્હીઃ- ગુજરાત રાજ્યના સૌોમનાથ ખાતે એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ  શરુ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 17 થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ, દ્વારકા સહિતના તીર્થ ક્ષેત્રના સાનિધ્યે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. સદીઓ જૂના સંબંધોને પુન:ઉજાગર કરતા આ કાર્યક્રમનો શુભારંભ 17મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં થનાર છે .

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા તામિલનાડુથી સૌરાષ્ટ્રીયણ તમિલ સમુદાયના લોકો ટ્રેન મારફત ગુજરાતમાં આવશે.  ગઈકાલથી દરરોજ અંદાજે 250 થી 300 વ્યક્તિઓની બેચ સાથે એક વિશેષ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થઈ છે. આ હેઠળ પ્રથમ જથ્થો રવાના થતચા પીએમ મોદીએ તેની પ્રસંશા કરી છે.

ત્પ્રયારે ધાનમંત્રી મોદીએ  સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે પ્રથમ જથ્થાને લઈ જવા માટે મદુરાઈથી વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવાની પ્રસંશા કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘પુતંડુના ખાસ અવસર પર, મદુરાઈથી વરવલની વિશેષ યાત્રા શરૂ થાય છે. એસટીસંગમ એ સૌથી વધુ રાહ જોવાઈ રહેલા કાર્યક્રમોમાંનો એક છે અને તેણે ખૂબ જ સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું છે.

અન્ય એક ટ્વિટમાં તેમણે પર્યાવરણની જીવંતતા અને સકારાત્મકતાની વધુ પ્રશંસા કરી છે. સંગમની મુલાકાત દરમિયાન ઉત્સવના વાતાવરણ વિશે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં વડાપ્રધાને કહ્યું, ‘શાબાશ! #STSangam ને લઈને ઉત્તેજના સ્પષ્ટ દેખાઈ રહી છે.