Site icon Revoi.in

પીએમ મોદીના નજીકના એવા ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું દિલ્હીમાં નિધન

Social Share
દિલ્હી – ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું આજરોજ બુધવારની વહલી સવારે  દિલ્હીમાં અવસાન થયું છે.જાણકારી મુજબ  થોડા મહિના પહેલા તેમની ઉત્તર પ્રદેશથી બિહાર બદલી કરવામાં આવી હતી.બિહારમાં ટ્રાન્સફર થયા પહેલા સુનીલ ઓઝા યુપીના સહ-પ્રભારી હતા, ત્યારબાદ તેમને બિહારમાં પાર્ટીના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ નિમણૂક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી છે.
બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝા જીના નિધનથી ભાજપે એક કુશળ આયોજક ગુમાવ્યા  છે.સુનીલ ઓઝા જીનું અવસાન અત્યંત દુખદ છે.આ સમાચારથી સમગ્ર ભાજપ પરિવાર હ્રદયમાં શોકગ્રસ્ત છે.રાજકીય ક્ષેત્રે તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
વધુ માહિતી પ્રમાણે આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હીમાં તેમનું અવસાન થયુ હોવાનું કહવાઈ રહ્યું છે. તેઓ વારાણસી લોકસભા બેઠક પરની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે. જો કે તેઓ છેલ્લા દસ વર્ષથી વારાણસીમાં સ્થાયી થયા હતા.
સુનીલ ઓઝા મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના નેતાઓમાંના એક  ખાસ નેતા ગણાતા હતા. સુનિલ ઓઝા ભાવનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. બ્રાહ્મણ સમુદાયમાંથી આવેલા ઓઝા ખૂબ જ તળિયાના નેતા હતા. સુનિલ ઓઝાને બિહારના સહપ્રભારી બનાવ્યા બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.
થોડા સમય પેહલા તેઓ ચર્ચામાં આવ્યા હતા વાત જાણે એમ હતી કે  ગદૌલી ધામ આશ્રમને લઈને ચર્ચામાં હતા. મિર્ઝાપુરમાં ગંગા નદીના કિનારે ગદૌલી ધામ આશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે સુનીલ ઓઝાની દેખરેખ હેઠળ તેને બનાવવામાં આવી રહ્યો છે જે વાતને લઈને તેના નામની ચર્ચાઓ છવાઈ હતી ,ગુજરાતના આ પૂર્વ ધારાસભ્યએ એક સમયે બળવો કરીને મતભેદોને કારણે ભાજપ છોડી દીધું હતું. પરંતુ તે 2011માં પાછો ફર્યા  હતા  તેમને 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસીમાં મોદીની જીતના મહત્વપૂર્ણ શિલ્પકાર માનવામાં આવતા હતા.