Site icon Revoi.in

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. ગુલામ નબી આઝાદે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. ગુલામ નબી આઝાદ કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવે છે. ભૂતકાળમાં તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.

સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં ગુલામ નબી આઝાદે લખ્યું છે કે, ” ભારે દુઃખી થઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેના મારા અડધી સદી જૂના જોડાણને તોડવાનો નિર્ણય લીધો છે.”

ગુલામ નબી આઝાદે પાંચ પાનામાં લખેલા રાજીનામામાં સોનિયા ગાંધીને અંગ્રેજીમાં કારણો આપ્યા છે. ગુલામ નબી આઝાદે રાજીનામા પત્રમાં લખ્યું છે કે, 2019ની ચૂંટણી બાદથી પાર્ટીની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં પક્ષ માટે જીવ આપનારા તમામ વરિષ્ઠ કાર્યકર્તાઓને અપમાનિત કરતા પહેલા રાહુલ ગાંધીએ ઉશ્કેરાટમાં પદ છોડ્યા પછી તમે વચગાળાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. એક હોદ્દો જે તમે હજુ પણ છેલ્લા ત્રણ વર્ષથી ધારણ કરી રહ્યાં છો.

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે રાજીનામું આપતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં વિવિધ અટકળો વહેતી થઈ છે.