Site icon Revoi.in

કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમના પુત્રની મુશ્કેલી વધીઃ અનેક સ્થળો ઉપર CBIના દરોડા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ સવારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના ઘણા સ્થળો પર દરોડા પાડ્યાં હતા. સીબીઆઈએ કાર્તિના ઘર અને ઓફિસ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ 2010-14 વચ્ચે કથિત ટ્રાન્ઝેક્શન અને રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. મુંબઈ, દિલ્હી અને તમિલનાડુમાં સાત સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, કાર્તિ ચિદમ્બરમ અને તેના સહયોગીઓ સામે વિવિધ ફોજદારી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કાર્તિ ચિદમ્બરમે તેમના પ્રભાવ હેઠળની ચીની કંપનીના લોકોને વિઝા અપાવ્યા હતા. આ વિઝાના બદલામાં 50 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. તે સમયે તેમના પિતા કેન્દ્રીય ગૃહમંત્રી હતા. વર્ષ 2011ની આ વાત છે. અહીં CBIના દરોડા બાદ કાર્તિ ચિદમ્બરમે કેન્દ્રીય તપાસ એજન્સી પર નિશાન સાધ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ગેરકાયદેસર લાભના આરોપમાં નવો કેસ નોંધ્યો છે.

તેમણે કહ્યું કે એફઆઈઆર નોંધાયા બાદ સીબીઆઈએ મંગળવારે સવારે ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં સ્થિત કાર્તિ ચિદમ્બરમના નવ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ 2010-14 વચ્ચે કથિત લેવડ-દેવડ અને રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો હતો. મુંબઈ, દિલ્હી અને તમિલનાડુમાં સાત સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.