Site icon Revoi.in

આરએસએસના વરિષ્ઠ સ્વયંસેવક એમ.જી વૈદ્યનું 97 વર્ષની વયે નિધન

Social Share

દિલ્હીઃ-આજ રોજ શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ સ્વયંસેવક એમ.જી. વૈદ્યનું  97 વર્ષની વયે નાગપુરની સ્પંદન હોસ્પિટલમાં અવસાન થયું છે, આજરોજ બપોર પછી અંદાજે સાડા ત્રણ વાગ્યે એમજી વૈદ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લખેનીય છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ તેમની તબીયત નાજુક જણાતા તેઓને  નાગપુરની સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

મળતી માહિતી પ્રમાણે એમ.જી. વૈધના અંતિમ સંસ્કાર આવતીકાલે 20 ડિસેમ્બરના રોજ અંબાજરી ઘાટ પર કરવામાં આવશે, એમ.જી વૈધનું પુરુ નામ માધવ ગોપાલ વૈધ હતું. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા પણ રહી ચૂક્યા હતા, તેઓ સંઘના એક એવા સ્વયંસેવક હતા કે જેઓને અત્યાર સધી દરેક સરસંઘચાલક સાથે કામ કરવાનો અનુભવ રહ્યો હતો.

એમ.જી.વૈદ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પહેલા પ્રવક્તા રહી ચૂક્યા હતા. આ સાથે તેઓ ‘તરુણ ભારત’ ના સંપાદક પણ હતા. એમ.જી વૈદ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પણ અનેક પુસ્તકો લખ્યા છે. સંઘમાં વૈદ્યનું ખુબ જ માનસમ્માન તો હતું જ પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ તેમનું ઘણું માન સમ્માન હતું.

સાહિન-