Site icon Revoi.in

અગલાવવાદી નેતા યાસિન મલિકે આતંકવાદ સહિતના તમામ ગુનાની કરી કબુલાત

Social Share

નવી દિલ્હીઃ અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની કોર્ટમાં તમામ આરોપ સ્વીકાર કરી લીધા હોવાનું જાણવા મળે છે. આતંકવાદથી લઈને આતંકવાદી પ્રવૃતિને લઈને કાવતરુ રચવા સહિતના તમામ આરોપ સ્વિકારી લીધા હોવાનું અને તેને પડકારવાનો પણ ઈન્કાર કર્યાનું જાણવા મળે છે. કોર્ટમાં આગામી 19મી મેના રોજ આગળની કાર્યવાહી થશે અને કોર્ટ યાસીન મલિકને સજા પણ ફરમાવી શકે છે. યાસીન મલિક સામે આતંકવાદી પ્રવૃતિ અને આતંકી ફંડીગ સહિતના ગુનામાં સંડોવાયેલા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર યાસિન મલિકે માની લીધુ છે કે, તે આતંકવાદી પ્રવૃતિમાં સામેલ હતો, તેમજ ગુનાહીત કાવતરા પણ રચ્યા અને દેશદ્રોહનો ગુનો પણ કબુલી લીધો છે. યાસીનની સામે યુએપીએ હેઠલ કલમો લગાવવામાં આવી છે તે તમામ પણ સ્વિકારી લીધી છે. વર્ષ 2017માં કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓ વધી હતી, તેમજ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણની દિલ્હીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જ્યાં કોર્ટ સમક્ષ અલગાવવાદી નેતાએ તમામ ગુનાની કબુલાત કરી છે. જે કલમ હેઠલ ઉપર યાસીન મલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં વધુમાં વધુ આજીવન કેદની સજા મળી શકે છે.

કાશ્મીરની રાજનીતીમાં હંમેશાથી યાસિન મલિક સક્રિય રહ્યો છે અહીંના યુવાનોને ઉશ્કેરવા અને તેમને હાથમાં હથિયાર ઉઠાવવા પ્રેરિત કર્યાં હતા. ભારતીય વાયુસેનાના 4 અધિકારીઓની હત્યા જેવા ગુનાની કબુલાત કરી હતી. હવે કાનૂનનો ગાળીયો મલિક સામે કસવામાં આવ્યો છે. તમામ આરોપ યાસિન મલિકે સ્વિકારી લીધા છે અને હવે તેને કોર્ટમાં પડકારવામાં નહીં પડકારવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.