Site icon Revoi.in

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં SUV ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 12 લોકોના મોત

Social Share

દિલ્હીઃ- કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ઝડપી એસયુવી રોડ પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ અને આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે.

આ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કહ્યું હતું કે અકસ્માત એટલો ભયાનક હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય સાત લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે.

આ પોલીસના જણાવ્યા અનુસાર, આ સફેદ રંગની ટાટા સુમો બાગેપલ્લીથી ચિક્કાબલ્લાપુર જઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને સુમો રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ. અકસ્માતમાં સુમોનો આગળનો ભાગ ટ્રક સાથે અથડાઈને અંદર ઘુસી ગયો હતો. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી અને પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. અકસ્માત અંગે માહિતી આપતા ચિક્કાબલ્લાપુરના એસપી ડીએલ નાગેશે જણાવ્યું કે, ‘પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.