Site icon Revoi.in

મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો – ટ્રલ પલટી મારતા 15 શ્રમિકોના મોત

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં રોજેરોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિંગાઓ ગામમાં વિતેલી રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો છે.

રવિવારની રાત્રે અહીં ટ્રક પલટી જતા ઓછામાં ઓછા 15 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે,એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકમાં સવાર તમામ લોકો શ્રમિક હતા.

પોલીસે જણાવ્યું હતું કે તમામ મૃતકો અભોદા, કરહલા અને રાવેર જિલ્લાના રહેવાસી શ્રમિકો હતા. પપૈયાથી ભરેલો ટ્રક કિંગાઓ ગામના મંદિર પાસે અડધી રાત્રે પલટી ગયો હતો. જેને કારણે તેમા સવાર મોચટા ભાગના લોકોના મોત નીપજ્યા હતા. ઘાયલ મજૂરને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પપૈયાથી ભરેલી ટ્રક ધુલેથી રાવેલ તરફ જઇ રહી છે.

ઘટનાની જાણ થતાંજ તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાઈ હતી, જો કે અકસ્માત થવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, જો કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકમાં સવાર તમામે તામ 15 કામદારોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે જ સમયે, પ્રારંભિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ટ્રકના ડ્રાઈવરને ઝોંકુ આવ્યું હતુ, જેના કારણે આ બનાવ બન્યો હતો.

સાહિન-