Site icon Revoi.in

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ એ પોતાની જ ફિલ્મ ‘પઠાણ’નો રેકોર્ડ તોડ્યો –  પ્રથમ દિવસે બોક્સ ઓફીસ પર કરી શાનદાર કમાણી

Social Share

મુંબઈઃ- બોલિવૂડ કિંગખાનની ફિલ્મ જવાન વિતેલા દિવસને જન્માષ્ટમીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને પમ પાછળ પછાળી છે અને રિલીઝના પ્રથમ દિવસે જ છપ્પરફાડ કમાણી કરી હતી.તો બીજી તરફ સુપરસ્ટાર શાહરૂખ ખાને ગુરુવારે કહ્યું હતું કે તેની ફિલ્મ ‘જવાન’ પર લોકોએ જે અપાર પ્રેમ વરસાવ્યો છે તેનાથી તે અભિભૂત છે. ખાને તેના ચાહકોને વચન આપ્યું હતું કે તે નવી ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં આવેલા લોકોનો આભાર માનવા માટે સમય કાઢશે

ફિલ્મ ‘જવાન’ ગુરુવારે સવારે શ્રીનગરથી ચેન્નાઈ સુધીના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે અને તેનું નિર્દેશન દક્ષિણના ફિલ્મ નિર્માતા એટલી દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મની રિલીઝને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે અને આ પ્રસંગે તેઓએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને ફિલ્મની રિલીઝની ઉજવણી કરી હતી. જયપુર, જમ્મુ, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોના સિનેમાઘરોની અંદર અને બહારના દ્રશ્યો સૂચવે છે કે ‘પઠાણ’ પછી આવેલી ખાનની આ ફિલ્મ પણ હિટ જશે.જો ફિલ્મ જવાનના પ્રથમ દિવસના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 75 કરોડની કમાણી પહેલા દિવસે જ કરી લીઘી છે.
ફિલ્મ જવાનની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો શાહરુખ ખાન સહીત  વિજય સેતુપતિ અને નયનતારા પણ છે. ગૌરી ખાન દ્વારા નિર્મિત અને ગૌરવ વર્મા દ્વારા સહ-નિર્મિત, ‘જવાન’માં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહેર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા સાથે ખાસ મહેમાન દીપિકા પાદુકોણ પણ છે.
જો પહેલા દિવસનું કલેક્શન જોઈએ તો આ ફિલ્મને વિકેન્ડનો લાભ મળતા જ ફિલ્મ 100 કરોની ક્લબમાં પ્રવેશી જશે,એટલે કે શનિવાર અને રવિવારે ફિલ્મ માત્ર 4 દિવસમાં જ 100 કરોડને પાર કમાણી કરનારી ફિલ્મ બનવાની પુરેપુરી શક્યતાઓ જોવાઈ રહી છે.
Exit mobile version