Site icon Revoi.in

શાહીદ કપૂરની-મૃણાલ ઠાકૂર સ્ટારર મોસ્ટ એવોઈટેડ ફિલ્મ જર્સીની નવી રિલીઝ ડેટ જાહેર

Social Share

મુંબઈઃ- શાહિદ કપૂર હાલ ચર્ચામાં જોવા મળે છે, ટૂંક સમયમાં જ જર્સી નામની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સિનેમાઘધરોમાં આવી રહી છે ,શાહીદ સાથે મૃણાલ છાકૂર લીડરોલમાં જોવા મળશે, ત્યારે આ ફિલ્મ તેલુગુ ભાષાની ફિલ્મની રીમેક છે. 

શાહિદ કપૂરની ફિલ્મ જર્સી આ પહેલા 14 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ 13 અને 14 એપ્રિલે સાઉથની બે મોટી ફિલ્મો ‘Beast (Raw)’ અને કેજીએફ-2 રીલિઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મેકર્સે શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મની રિલીઝ અટકાવી દિધી હતી અને આ ફિલ્મ માટે હવે નવની રિલીઝ ડેટ જારી કરી છે.જે પ્રમાણે હવે આ ફિલ્મ 22 એપ્રિલના રોઝ રિલીઝ કરવામાં આવશે

આ ફિલ્મની જો સ્ટોરીની વાત કરીએ તો  30 યરમાં પ્રવેશેલા  યંગ બોય પર આઘારિક છે આ યુવાન ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાની તક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ફિલ્મને અલ્લુ અરવિંદ, સૂર્યદેવરા નાગા વંશી, અમન ગિલ અને દિલ રાજુ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

આ ફિલ્મમાં શાહીદ અર્જુન નામના પ્લેયરનો રોલ પ્લે કરી રહ્યો છે.અર્જુન તરીકે શાહિદ કપૂર, જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.અર્જુનની પત્ની તરીકે મૃણાલ ઠાકુર જે સામાન્ય રીતે તેને નોકરી છોડવા બદલ ઠપકો આપે છે.પંકજ કપૂર જે ફિલ્મમાં અર્જુનના કોચની ભૂમિકામાં છે.આ ફિલ્મ ગીતા આર્ટ્સ, દિલ રાજુ પ્રોડક્શન્સ, સિતારા એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન હેઠળ બની છે.

Exit mobile version