Site icon Revoi.in

શાહીદ કપૂર હવે ભૂષણ કુમારની અપકમિંગ ફિલ્મમાં એક્શન અવતારમાં મળશે જોવા- ડિસેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ થશે શરુ

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા શાહીદ કપૂર પોતાની ફિલ્મ ‘જર્સી’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ફિલ્મ તેમની રિલીઝ થાય તે પહેલા જ શાહીદને બીજી ફિલ્મ પણ મળી ચૂકી છે,બોલિવૂડના નિર્માતા ભૂષણ કુમાર સાથે  શાહીદે હવે કામ કરવાની તૈયારી દર્શાવી છે. રિપોર્ટ પ્રમાણે શાહિદને ભૂષણની એક્શન ફિલ્મની કહાનિ ગમી છે હવે તે આ ફિલ્મમાં એક્શન રોલ પ્લે કરવા માટે તૈયાર થઈ શકે છે.

આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને અમર બુટલા કરશે. શાહિદ ઘણા સમયથી અમર સાથે ફિલ્મની ચર્ચા કરી રહ્યા હતા અને હવે તે તેનો ભાગ બનવા માટે સહમતિ દર્શાવી છે. રિપોર્ટ અનુસાર, તે એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે. ફિલ્મના પહેલા શિડ્યુલનું શૂટિંગ ભારતમાં કરવામાં આવશે અને બાકીના શેડ્યૂલનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અભિનેતા શાહિદ ટૂંક સમયમાં ફિલ્મ ‘જર્સી’ માં જોવા મળશે. આ ફિલ્મ આજ નામથી બનેલી તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. શાહિદની સાથે તેના પિતા પંકજ કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે, જ્યારે અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ તેનો એક ભાગ છે. આ ફિલ્મમાં શાહિદ ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે.