Site icon Revoi.in

સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર અને પદ્મશ્રીથી સમ્માનિત 102 વર્ષિય શકુંતલા ચૌધરીના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

 

દિલ્હીઃ- પદ્મશ્રીથી સમ્માનિત એવા તથા શકુંતલા દેવીએ 102 વર્ષની વયે ગુહાવટીના સરાનિયા આશ્રમમાં વિતેલા દિવસ રવિવારની રાતે અંતિમ શ્વાસ લીધા છે, જેઓ ગાંઘીવાદી વિચારઘારા ઘરાવતા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષથી તેમની સારવાર ચાલી રહી હતી તેઓ ઉંમર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા.તેમના નિધનને લઈને દેશના વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શકુંતલા ચૌધરી વર્ષોથી આ આશ્રમમાં જ રહેતા હતા.તેમનો પાર્થિવ દેહ અતિમં દર્શન માટે આશ્રમમાં જ રાખવામાં આવ્યો છે.આજરોજ તેમના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે.

જાણો કોણ  છે શકુંતલા ચૌધરી અને તેમનું યોગદાન

ગુવાહાટીમાં જન્મેલી શકુંતલા અભ્યાસમાં ખૂબ સારા હતા અને ગુવાહાટીની ટીસી સ્કૂલમાં ભણાવતી વખતે તે અન્ય ગાંધીવાદી અમલપ્રોવા દાસના સંપર્કમાં આવ્યા હતા, જેમના પિતાએ આશ્રમ બનાવવા માટે તેમની સરાનિયા હિલ્સની મિલકત દાનમાં આપી હતી. દાસે ચૌધરીને ગ્રામ સેવિકા વિદ્યાલય ચલાવવા અને કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટની આસામ શાખાનું સંચાલન કરવામાં મદદ કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ તે ઓફિસ સેક્રેટરી બની અને ટ્રસ્ટના વહીવટની જવાબદારી તેમને સોંપવામાં આવી. આ સાથે તેણે શાળામાં ભણાવવાનું પણ ચાલુ રાખ્યું.

ચૌધરીએ  વર્ષ 1955માં KGNMTના ‘પ્રતિનિધિ’ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ચીનના આક્રમણ, તિબેટીયન શરણાર્થી કટોકટી, 1960ની ભાષાકીય ચળવળ જેવા અનેક વિકાસની વચ્ચે 20 વર્ષ સુધી મિશનનું નેતૃત્વ કર્યું. તેમના જીવનમાં, તેણી વિનોબા ભાવે સાથે પણ જોડાયેલા રહ્યા  અને તેમના પ્રખ્યાત ‘ભૂદાન’ ચળવળના છેલ્લા તબક્કા દરમિયાન આસામમાં દોઢ વર્ષ ચાલેલી ‘પદયાત્રા’માં ભાગ લીધો હતો.

શકુંતલા ચૌધરીના નિધનને લઈને પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે ‘ગાંઘીવાદીના દ્રઢ મૂલ્યોમાં વિષશ્વાસ રાખવા બદલ તેમને યાદ કરવામાં આવશે,શકુંતલા ચોધરીને ગાંઘીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે તેમના જીવન ભરના પ્રયત્નો માટે યાદ કરાશે,સરાનિયા આશ્રમમાં તેમણે કરેલા નેક કામોને લઈને ઘણા લોકોના જીવન પર તેની સકારાત્મક અસર પડી છે,તેમના નિધનથી હું દુખી છું,તેમના પરિવાર તથા અસંખ્ય પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના.ઓમ શાંતિ ‘