Site icon Revoi.in

શશિ થરુર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોંધાવી શકે છે દાવેદારી – ચર્ચાએ પકડ્યું જોર

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટીમાં હાલ અધ્યક્શપદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, થોડા સમયમાં કોંગ્રેસ પાર્ટી પોતાના નવા અધ્યક્ષને લઈને ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે હાલ કોંગ્રેસના જાણીતા નેતા અને પોતાની ધારદાર લેખન શૈલીના કારણે હંમેશા ચર્ચામાં રહેતા શશિ થરુરને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શશિ થરુર ચૂંટણઈના મેદાનમાં ઉતરી શકે છે.

શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ વધી છે, જોકે તેમણે હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી.જો કે ટૂંક સમયમાં તેઓ આ અંગે નિર્ણય લઈ શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે, હાલ તો તેમણે આ અંગે કઈ પણ કહેવાનો ઈનકાર જ કર્યો છે,. છત્તા પણ તેમના નામની ચર્ચાઓ મીડિયામાં તેજ બની છે.

હાલ તેમણે મલયાલમ દૈનિક માતૃભૂમિમાં એક લેખ લખ્યો છે, જેમાં તેમણે “મુક્ત અને ન્યાયી” ચૂંટણીઓનું આહ્વાન કર્યું છે. આ લેખમાં તેમણે કહ્યું કે પાર્ટીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક ડઝન સીટો માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ.આ લેખ બાદ શશિ થરુરના અધ્યક્ષ પદ માટેની દાવેદારીની ચર્ચા ફેલાી રહી છે.

ઉલ્લેખનીય છે કે થરૂર કે જેઓ 23 નેતાઓના જૂથનો ભાગ હતા જેમણે 2020 માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંગઠનાત્મક સુધારાની માંગણી કરતો પત્ર લખ્યો હતો, તેમણે AICC અને PCC પ્રતિનિધિઓને પક્ષના સભ્યોને આ મુખ્ય હોદ્દાઓ પર પક્ષનું નેતૃત્વ કોણ કરશે તે નક્કી કરવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.

તિરુવનંતપુરમના સાંસદે શરુરે કહ્યું કે તેમ છતાં નવા પ્રમુખની પસંદગી એ પુનરુત્થાન તરફની શરૂઆત છે જેની કોંગ્રેસને સખત જરૂર છે. આ હેતુ માટે તમારા મંતવ્યો રજૂ કરવાથી ચોક્કસ લોકોનું હિત જાગશે, જો કે હવે તો આવનારો સમય જ બતાવશે કે શશિ થરુરને લઈને જે ચર્ચાઓ હાલ વાયુવેગ પ્રસરી રહી છે તે કેટલાૃી સત્ય છે અને કેટલી અર્થહિન છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે થશે. આ માટે 22મી સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 24મી સપ્ટેમ્બરથી નામાંકન શરૂ થશે અને 30મી સપ્ટેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે. આ પછી 19 ઓક્ટોબરે મતગણતરી બાદ નવા પ્રમુખની ઘોષણા કરવામાં આવશે.