Site icon Revoi.in

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર, 5મી વખત પીએમ બનશે

Social Share

બાંગ્લાદેશમાં ફરી એક વાર શેખ હસીના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300 બેઠકમાંથી બે-તૃતિયાંશથી વધુ બેઠકો જીતી હતી. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન છે. એનાથી પહેલા 1991 થી 1996 સુધી પણ શેખ હસીના વડાપ્રધાન રહી ચુક્યા છે.

અત્યાર સુધીના મતગણતરીમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગ 300 સંસદીય સીટોમાંથી 224 સીટો જીતી છે. બાંગ્લાદેશ રાષ્ટ્રય પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી. અપક્ષોએ 62 સીટો જીતી છે. જ્યારે એન્યએ અક બેઠક જીતી છે. બાકી બચેલી બે સીટો પર હજી મત ગણતરી મોડે સુધી ચાલી હતી.

શેખ હસીના પોતાની સંસદીય સીટ ગોપાલગંજ-3થી ભારે અંતરથી જીત્યા હતા. તેમને 2,49,965 વોટ મળ્યા હતા. જ્યારે, તેમના હરિફ એમ. નિજામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 વોટ મળ્યા, ગોપાલગંજ-3 થી શેખ હસીના 1986થી આજ સુધી આઠમી વખત ચુંટણી જીતી ચુક્યાં છે. તેની સાથે જ શેખ હસીના બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવી લીધો છે. તેઓ 2009 થી અહીંના વડાપ્રધાન છે.

બાંગ્લાદેશમાં 2018માં યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડ 80 ટકા મતદાન થયું હતુ. પરંતુ આ વખતે વિરોધ પક્ષોએ સામાન્ય ચંટણીનો બહિષ્કાર કર્યો હતો. પરિણામ એ આવ્યું કે 40 ટકા મતદાન થયું. આવામી લીગના સેક્રેટરી ઓબેદુલ કાદિરએ દાવો કર્યો કે, લોકોએ વોટ આપી બીએનપી અને જમાત-એ-ઈસ્લામીના બહિષ્કારને નકારી કાઢ્યો. ચૂંટણી પહેલા જ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસક ઘટના બની હતી. રવિવારે પણ વોટિંગ દરમિયાન દેશભરમાં 18 જગ્યાએ આગચંપીની ઘટના ઘટી હતી, જેમાથી 10મા તો મતદાન મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.