Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં હવે ‘શિવસેના’ બન્યું શિદેજૂથનું – એકનાથ શિંદેની મોટી જીત

Social Share

ચૂંટણી પંચે  વિતેલા દિવસને શુક્રવારે શિંદે જૂથનું નામ બદલીને શિવસેના કરવાનો આદેશ આપ્યો હતો.  ચૂંટણી ચિન્હ તીર અને ધનુષ એકનાથ શિંદેની પાર્ટી પાસે જ રહેવાનો આદેશ જારી કરતા જ શિંદે જૂથની જીત થી હતી તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની આશાઓ પર પાણી ફળી વળ્યું હતું

આ નિર્ણયથી  ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો તેમની શિવસેના  હવે શિંદેનાં જૂથની થઈ ગઈ છે. ચૂંટણી આયોગે આદેશ આપ્યો કે  નામ અને પાર્ટીનું પ્રતીક ધનુષ અને તીર હવે એકનાથ શિંદેનાં જૂથનું રહેશે. શિવસેનાના બંને જૂથો એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ગયા વર્ષે શિંદેએ ઠાકરે સામે બળવો કર્યો ત્યારથી પક્ષના ધનુષ અને તીર પ્રતીક માટે લડી રહ્યા હતા ત્યારે હવે એકનાથ જૂથની જીત થયેલી જોવા મળી છે.હવે શિવસેના શિંદે જૂથનું થયું છે આ સાથે જ બીજેપી સાથે ફરી શિવસેનાનું ગઠબંધન થયું હતું.

કમિશ એ કહ્યું કે શિવસેનાનું વર્તમાન બંધારણ અલોકતાંત્રિક છે. એક મંડળના લોકોને બિનલોકશાહી રીતે કોઈપણ ચૂંટણી વિના પદાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવા પક્ષનું માળખું વિશ્વાસ જગાડવામાં નિષ્ફળ જાય છે.શિવસેનાનું બંધારણ, 2018માં સુધારેલ, ભારતના ચૂંટણી પંચને આપવામાં આવ્યું ન હતું.

જો કે આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે નારઝ છે આ સહીત  સંજય રાઉતે પણ ગુસ્સો ટાલવ્યો અને કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. આ ખોખાની જીત છે, સત્યની નહીં. અમે કાયદાની લડાઈ પણ લડશું અને જનતા સુધી પહોંચીશું.