Site icon Revoi.in

શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલ “HUNGAMA-2”માં જોવા મળશે એકસાથે, OTT પર રિલીઝ થશે ફિલ્મ

Social Share

મુંબઈ: જ્યારથી પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા-2ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે આવામાં હવે ફિલ્મનું રિલીઝ થવાનું જ બાકી છે. હંગામા-2 ફિલ્મ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે હવે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

કોરોનાના કારણે હાલ થિયેટરો બંધ છે અને ફિલ્મને થિયેટરમાં રિલીઝ ન કરી શકવાના કારણે હવે ફેન્સ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર નીહાળી શકશે.

મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મના નિર્માતાએ આ વાત પર જાણકારી આપી કે, હંગામા-2 ફિલ્મને હવે ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને પરિવારની સાથે પણ જોઈ શકાય તે રીતે બનાવવામાં આવી છે.

ફિલ્મમાં આશુતોષ રાણા, મનોજ જોશી, રાજપાલ યાદવ, જોની લીવર, ટીંકુ તલસાનિયા જેવા કલાકારોએ આ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મના શૂટિંગ પહેલા આ ફિલ્મના કલાકાર કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા અને આ સમય દરમિયાન પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટીએ કેટલાક ખુલાસા કર્યા હતા. શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી ફિલ્મમાં કમબેક કરશે.