Site icon Revoi.in

ISIS મોડ્યુઅલ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, મહિલા આતંકીએ BJP અને RSS કાર્યાલયની રેકી કરાઈ હતી

Social Share

અમદાવાદઃ ગુજરાત એટીએસની ટીમે તાજેતરમાં આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ચાર આતંકવાદીઓને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સુરતથી ઝડપાયેલી મહિલા સુમેરાબાનુની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સુમેરાબાનુએ ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની સુમેરાબાનુનો ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ફેમિલી કોર્ટમાં જ્યારે પણ સુમેરાબાનુ જતી હતી ત્યારે કોર્ટની રેકી કરતી હતી. એટલું જ નહીં કોર્ટના ન્યાયમૂર્તિઓ, વકીલો તથા સુરક્ષાને લઈને રેકી કરતી હતી. એટલું જ નહિં કાશ્મીરના ઝુબેર મુનશી સાથે ગાઢ સંબંધો ધરાવે છે. મહિલાએ ગાંધીનગર સ્થિત ભાજપા કાર્યાલય કમલમની રેકી કર્યાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે પોરબંદરથી જમ્મુ-કાશ્મીરના 3 નાગરિકો અને સુરતથી તેમની સાગરિત સુમેરાબાનુને ઝડપી લીધા હતા.

આઈએસઆઈએસના ચારેય આતંકવાદીઓ ગુજરાતથી અફઘાનિસ્તાન જવાના હતા. જો કે, આ આતંકવાદીઓ દેશ છોડીને ભાગી જાય તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે આ ત્રણેય યુવકો અબુ હમઝા નામના હેન્ડલ મારફતે કટ્ટરવાદી બન્યા હતા અને ત્યારબાદ તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિઝનમાં જોડાયા હતા. પોલીસને સુમેરાના ઘરેથી વોઇસ ઓફ ખુરાસાન નામનું પ્રકાશન પણ મળી આવ્યું હતું. ગુજરાત એટીએસની ટીમે ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.