1. Home
  2. Tag "gujarat ats"

જખૌમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજુર

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ નજીક એક વર્ષ પહેલા ઝડપાયેલા રૂ. 194 કરોડના ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસે ટ્રાન્સફરવોરન્ટના આધારે ધરપકડ બાદ કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ 14 રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે સુનાવણીના અંતે ચાર દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. જેથી તપાસનીશ […]

રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓના કેસમાં ATSની ટીમે બંગાળ સુધી લંબાવી તપાસ

ગુજરાત એટીએસની ટીમે બંગાળમાં ધામા નાખી તપાસ શરૂ કરી પશ્ચિમ બંગાળના યુવાનોનું આરોપીઓ કરતા હતા બ્રેનવોશ આગામી દિવસોમાં અન્ય આરોપીઓની ધરપકડ કરાશે અમદાવાદઃ રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલકાયદાના 3 આતંકવાદીઓને ઝડપી લઈને એટીએસની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ત્રણેય આતંકવાદીઓ પશ્ચિમ બંગાળના હોવાથી ગુજરાત એટીએસની ટીમે તપાસ બંગાળ સુધી લંબાવી છે. દરમિયાન આ આતંકવાદીઓ […]

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ ઉપર અલકાયદાના આતંકીઓ મોટા ગુનાને અંજામ આપવાના હતા, તપાસમાં ખુલાસો

અમદાવાદઃ રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના 3 સભ્યોની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આરોપીઓને પકડવા માટે પોલીસે કરેલા ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એટીએસના અધિકારીઓ સામાન્ય વ્યક્તિની જેમ જ આરોપીઓના રૂમ ઉપર ગયા હતા. તેમજ તેમને દબોચી લીધા હતા. આરોપીઓ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ […]

ISIS મોડ્યુઅલ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, મહિલા આતંકીએ BJP અને RSS કાર્યાલયની રેકી કરાઈ હતી

અમદાવાદઃ ગુજરાત એટીએસની ટીમે તાજેતરમાં આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ચાર આતંકવાદીઓને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સુરતથી ઝડપાયેલી મહિલા સુમેરાબાનુની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સુમેરાબાનુએ ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાત પોલીસે ફરી એકવાર આતંકવાદી ઈરાદાઓનો પર્દાફાશ કર્યોઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને પોલીસની ટીમોએ આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ચાર કથિત આતંકવાદીઓને ઝડપી લીધા છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ એટીએસ અને ગુજરાત પોલીસને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોલીસની કામગીરીની વખાણ કરીને આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે તેવો હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે ભૂતકાળમાં આતંકવાદીઓની મેલી મુરાદનો […]

ગુજરાતમાં ISIS મોડ્યુલ કેસમાં ચોંકાવનારા ખુલાસા, પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના પાવન પર્વ ઉપર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાવવાની છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોરબંદર અને સુરતથી એક મહિલા સહિત ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની […]

ગુજરાતના યુવાનોને કટ્ટરવાદી બનાવવાના કાવતરાનો પર્દાફાશ, બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત ATSએ અલ-કાયદા ઈન્ડિયા સાથે જોડાયેલા એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ ઓપરેશન દરમિયાન સોજીબ નામના બાંગ્લાદેશીને અન્ય શકમંદો સાથે પકડી પાડ્યો છે. એટીએસની ટીમે આ શંકાસ્પદોની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે. એટીએસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના એલર્ટ બાદ ગુજરાત ATSએ આ કાર્યવાહી કરી હતી. IBએ […]

રાજકોટમાં કરોડોની કિંમતના ડ્રગ્સના જંગી જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને નાથવા માટે પોલીસે ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા અને નશાના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળની ટીમે રાજકોટમાંથી કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે લગભગ 31 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી […]

પીએમ મોદીને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી,ગુજરાતની ATSએ બદાઉમાંથી યુવકને ઝડપી લીધો

અમદાવાદ:ગુજરાતના અમદાવાદની ATSએ શનિવારે રાત્રે બદાયુ જિલ્લામાં દરોડા પાડીને શહેરના આદર્શ નગર મોહલ્લાના રહેવાસી યુવકને ઝડપી લીધો હતો.કહેવામાં આવી રહ્યું છે કે,તેણે વડાપ્રધાન કાર્યાલય (PMO)ને મેઈલ કરીને વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં તેને એસએસપીના નિવાસસ્થાને રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતના અમદાવાદથી બે સભ્યોની ATS શનિવારે રાત્રે દિલ્હી થઈને બદાયુ પહોંચી […]

કચ્છના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં હાજી નામની વ્યક્તિની સંડોવણી આવી સામે

અમદાવાદઃ કચ્છના દરિયામાં જખૌ નજીક આઠ પાકિસ્તાનીઓને રૂ. 150 કરોડથી વધુની કિંમતના હેરોઈન સાથે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓની તપાસમાં આ જથ્થો પંજાબ મોકલાવવાનો હોવાનું ખૂલ્યું છે. તેમજ હાજી નામની વ્યક્તિની સંડોવણી આવતા સુરક્ષા એજન્સીઓને આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસે આરોપીઓને અદાલતમાં રજૂ કરીને 12 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code