
- ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફનું સંયુક્ત ઓપરેશન
- આતંકીઓ પાસેથી હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરાયો
- હરિયાણામાં ગુનો નોંધી હાથ ધરી તપાસ
અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્વોડ (એટીએસ) અને હરિયાણા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ફરીદાબાદથી બે આતંકવાદીઓને દબોચી લેવામાં આવ્યાં છે. આ ઓપરેશન દરમિયાન બે આતંકવાદી પાસેથી હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ મળી આવતા જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત ATS ને આતંકવાદીઓને પકડવામાં એક મોટી સફળતા મળી છે. હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ફરીદાબાદમાંથી બે આતંકીઓને હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાત ATS ને ઉત્તર પ્રદેશથી બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખસો હેન્ડ ગ્રેનેડનો જથ્થાં સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STF ને સાથે રાખી રવિવારે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બંને આતંકવાદીઓને ઝડપી લેવાયા હતાં.
એટીએસ સૂત્રોના કહેવા મુજબ સમગ્ર મામલે હરિયાણા STF માં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATS ના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટાં ખુલાસા થવાની શક્યતા છે. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થાં સાથે તે શું કરવા માંગતા હતાં? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતાં તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલાં ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.