Site icon Revoi.in

ભારતમાં વૃદ્ધોની ઝડપથી વઘતી સંખ્યાને લઈને UN નો ચોંકાવનારો રિપોર્ટ – 3 દાયકા બાદ દર 5માંથી એક વ્યક્તિ હશે વૃદ્ધ

Social Share

દિલ્હીઃ- ભારત વસ્તી વઘારાની બાબતે વિશ્વમાં મોખરે છે જે આ વાત સત્ય છએ તો સાથે જ તાજેતરમાં યુએન દ્રારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે જેમાં વર્ણવેલી વાતોએ ફરી એક વખત ભારતને ચોંકાવ્યું છે યુએનએ રિપોર્ટમાં એ વાત દર્શાવી છે કે ભારતમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધોની સંખ્યા વઘતી જ જઈ સહી છે અને એટલું જ નહી આવનારા 27 વર્ષમાં એટલે કે 3 દાયકા પછી ભારતની સ્થિતિ એવી જોવા મળશે કે દર 5 લોકોમાંથી એક વ્યક્તિ વૃદ્ઘ હશે.

ભારતીય વસ્તીના વૃદ્ધત્વને કારણે ઊભી થતી સમસ્યાઓ અને તેના નિદાન અને ઉકેલોને ધ્યાનમાં રાખીને, યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સે બુધવારે ઈન્ડિયા એજીંગ રિપોર્ટ, 2023 બહાર પાડ્યો છે.

રિપોર્ટમાં જારી કરેયાલે માહિતી પ્રમાણે 2050 સુધીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે. સદીના અંતમાં, કુલ વસ્તીના 36 ટકા લોકો વૃદ્ધ હશે, જ્યારે હાલમાં માત્ર 10.1 ટકા  વૃદ્ધો જ જોઈ શકાય છે. દેશમાં વૃદ્ધોની વસ્તી વધારવાની પ્રક્રિયા 2010થી શરૂ થઈ છે. વર્તમાન ટ્રેન્ડ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની સંખ્યા અંદાજે 15 વર્ષમાં બમણી થઈ રહી છે.
 રિપોર્ટ અનુસાર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, 2022 માં, 7.9 અબજની વસ્તીમાંથી, લગભગ 1.1 અબજ લોકો 60 વર્ષથી વધુ વયના હતા. આ વસ્તીના લગભગ 13.9 ટકા છે. 2050 સુધીમાં, વૈશ્વિક વસ્તીમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધીને આશરે 2.2 અબજ એટલે કે 22 ટકા થશે.
ભારતમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થવાના ત્રણ કારણો 
પ્રજનનક્ષમતામાં ઘટાડો, મૃત્યુદરમાં ઘટાડો અને અસ્તિત્વમાં વધારો. છેલ્લા એક દાયકામાં દેશમાં પ્રજનનક્ષમતામાં 20 ટકાનો ઘટાડો થયો છે. 2008-10 દરમિયાન દેશનો કુલ પ્રજનન દર 86.1 હતો, જે 2018 થી 2020 દરમિયાન ઘટીને 68.7 થયો છે. 
રાષ્ટ્રીય સ્તરે, 2021માં વૃદ્ધોની વસ્તી 10.1% હતી, જે 2036માં વધીને 15% થઈ જશે. 2050માં વૃદ્ધોની વસ્તી 20.8% હશે. રિપોર્ટ અનુસાર ડિપેન્ડન્સી રેશિયો ચિંતાનો વિષય છે. હાલમાં દર 100 કામ કરતા લોકો માટે 16 વૃદ્ધો અને દર 100 બાળકોએ 39 વૃદ્ધો છે.