Site icon Revoi.in

અમેરીકામાં ફરી થયો ગોળીબાર – ટેક્સાસમાં ચાલુ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં 5 કિશોરો ઈજાગ્રસ્ત થયા

Social Share

દિલ્હી- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં આડેઘડ ફાયરિંગની ઘટનાઓ બનતી જાય છે,જાણે હવે અમેરિકામાં ફાયરિંગ સામાન્ય બાબત બની હોય તેમ જોવા મળી રહ્યું છે.શનિવારે અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં એક પાર્ટી દરમિયાન ગોળી ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં પાંચ કિશોરો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જામવા મળી રહ્યું છે.

સોકોરો પોલીસ વડા ડેવિડ બર્ટને જણાવ્યું હતું કે 16 થી 18 વર્ષની વયના કિશોરો શનિવારે મેક્સિકો સરહદ પર અલ પાસો નજીક સોકોરોમાં એક ઘરમાં પાર્ટી કરી રહ્યા હતા, જ્યાં લગભગ 100 લોકો હાજર હતા. બર્ટને જણાવ્યું હતું કે આયોજકોના જણાવ્યા અનુસાર બે જૂથો વચ્ચે અથડામણ બાદ ગોળીબાર શરૂ થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કેહાલમાં જ અમેરિકાની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટનાએ પણ બધાને ચોંકાવી દીધા હતા, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Exit mobile version