Site icon Revoi.in

બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી શૂજીત સરકારની ફિલ્મ ‘ડિપ 6’ – સોમિત્રી ચેટર્જીના છેલ્લા અભિનયે દર્શકોને કર્યા ભાવૂક

Social Share

મુંબઈઃ- સૌમિત્રી ચેટર્જી  કે જેઓ જાણીતા બંગાળી અભિનેતા હતા જેમણે 85 વર્ષની વયે વર્ષ 2020 નવેમ્બરની 15 તારિખે દુનિયાને અલવિદા કહ્યુ હતું, બોલિવૂડ જગતમાં આ નામ ખૂબ જાણીતું છે તેમની અદાકારાના લાખો દિવાના છે, તેમની છેલ્લી ફિલ્મ હતી ડીપ – 6 જેમાં તેમના શાનદાર અભિનયે લોકોના દિલ જીત્યા હતા.

હવે બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં વરિષ્ઠ સિને કલાકાર સૌમિત્ર ચેટર્જીના છેલ્લા અને યાદગાર અભિનયમાં સમાવિષ્ટ ‘ડીપ 6’ ના સ્ક્રીનીંગે લોકોને ફરી ભાવુક કર્યા છે. ફેસ્ટિવલ દરમિયાન સોમવાર સુધી ફિલ્મ ‘ડીપ 6’ સ્ક્રીન કરવામાં આવશે અને ફેસ્ટિવલના ‘એ વિન્ડો ઓન એશિયન સિનેમા’ વિભાગ હેઠળ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લખેનયી છે કે વર્ષ  2011 માં કોલકાતાની રાજકીય, સાંસ્કૃતિક અને ભૌગોલિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ નિર્માતા શૂજિત સરકારની ફિલ્મ ડીપ 6 નું શનિવારે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું હતું. ફિલ્મના નિર્દેશક મધુજા મુખર્જી ફિલ્મ રિલીઝ થયા બાદ પ્રશ્નોત્તરી સત્રમાં હાજરી આપવા બુસાનમાં પહોંચ્યા છે.

ફિલ્મ ‘ડીપ 6’ રાઇઝિંગ સન ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે. રોની લહેરી અને શૂજિત સરકારની કંપનીએ અગાઉ ‘પીકુ’, ‘વિકી ડોનર’, ‘ગુલાબો સિતાબો’, ‘પિંક’, ‘ઓક્ટોબર’ અને ‘મદ્રાસ કાફે’ જેવી ફિલ્મો અવનવા વિષયો પર બનાવી છે. કંપનીની એક ફિલ્મ ‘સરદાર ઉધમ’ આ મહિને સીધી ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ 16 ઓક્ટોબરે પ્રાઇમ વીડિયો પર પ્રિમિયર થશે.

સૌમિત્ર ચેટર્જી બાંગ્લા સિનેમામાં મોટું નામ હતું. તેણે 1959માં ફિલ્મ અપુર સંસારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌમિત્રએ ઓસ્કર વિનિંગ ડાયરેક્ટર સત્યજીત રે ની સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું છે. સૌમિત્ર ચેટર્જી પહેલા ભારતીય હતા જેણે કોઈ પણ કલાકારને મળનાર ફ્રાંસના સૌથી મોટા એવોર્ડ  OrdrE Des Arts et Des LeTtres થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સાથે જ  તેઓને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હ