Site icon Revoi.in

સિદ્ધાર્થ મલ્હોત્રાએ શરૂ કર્યું ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ, જુઓ સેટ પરથી અભિનેતાની પહેલી તસવીર

Social Share

મુંબઈ: એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ધર્મા પ્રોડક્શનની એક્શન ફિલ્મ સિરીઝની પહેલી ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કરણ જોહરની પ્રોડક્શન કંપની અને મલ્હોત્રાએ સેટ પરથી શૂટની તસવીરો શેર કરી હતી. સિદ્ધાર્થે શૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

ધર્મા પ્રોડક્શનના ઓફિશિયલ હેન્ડલ પર એક પોસ્ટ લખવામાં આવી છે, “લાઈટ્સ, કેમેરા અને એક્શન! ‘યોદ્ધા’નું શૂટિંગ શરૂ થયું છે.”

આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક જોડી પુષ્કર ઓઝા અને સાગર અંબ્રે દ્વારા કરવામાં આવશે. શશાંક ખેતાન પણ તેના બેનર મેન્ટર ડિસિપ્લિન ફિલ્મ્સ દ્વારા તેનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ 11 નવેમ્બર, 2022ના રોજ રિલીઝ થવાની છે.

‘યોદ્ધા’ પહેલા, મલ્હોત્રાએ અનેક ધર્મા પ્રોડક્શનની ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેની પ્રથમ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘હસી તો ફસી’, ‘કપૂર એન્ડ સન્સ’ અને તેની તાજેતરની હિટ ફિલ્મ ‘શેરશાહ’નો સમાવેશ થાય છે.

 

Exit mobile version