Site icon Revoi.in

પાકિસ્તાનમાં યુવતીઓના ધર્માંતરણ વિરુદ્ધ અવાજ ઉઠાવશે સિંધી ફાઉન્ડેશન, UNGAની બેઠકમાં કરાશે દેખાવ

Social Share

પાકિસ્તાનમાં યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ

યુએનજીએની બેઠકમાં ધર્માંતરણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં બળજબરીથી મહિલાઓના ધર્માંતરણ વિરુદ્ધ સિંધી સંગઠન અમેરિકામાં અવાજ ઉઠાવશે. સિંધી સંગઠન ન્યૂયોર્કમાં યૂનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં પાકિસ્તાનમાં કરાવાય રહેલા ધર્માંતરણ વિરુદ્ધ 26 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન કરશે.

સિંધી સંગઠન હંમેશાથી પાકિસ્તાનમાં બળજબરીથી મહિલાઓના ધર્માંતરણ કરાવવાની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે. સંગઠનનો દાવો છે કે પાકસ્તાનમાં ગત કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ધર્માંતરણના મામલા સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, દર વર્ષે 12થી 18 વર્ષની વયજૂથની લગભગ એક હજાર જેટલી સિંધી હિંદુ કિશોરીઓને કિડનેપર કરીને તેમની સાથે બળજબરીથી નિકાહ કરવામાં આવે છે.

જાણકારી પ્રમાણે, દર મહીને 40થી 60 સિંધી યુવતીઓ ધર્માંતરણનો ભોગ બને છે. યુવતીઓને ધર્માંતરણ માટે મજબૂર કરીને ઈસ્લામ અંગિકાર કરાવવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં પાકિસ્તાનની એક શીખ યુવતીનું અપહરણ કરીને તેનું ધર્માંતરણ કરીને બળજબરીથી તેની સાથે નિકાહ કરવાનો મામલો સામે આવ્યો હતો.

પાકિસ્તાનના માનવાધિકાર પંચ પ્રમાણે, જાન્યુઆરી-2004થી મે-2018 સુધીમાં સિંધી યુવતીઓના અપહરણ કકરવા માટેના 7430 મામલા સામે આવ્યા છે. આ તે આંકડા છે કે જેમા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે ઘણાં એવા મામલા પણ છે, જેમાં કેસ જ નોંધવામાં આવ્યા નથી. તેવામાં અનુમાન લગાવી શકાય છે કે સિંધી યુવતીઓના અપહરણ અને તેમના બળજબરીથી ધર્માંતરણના મામલા ઘણાં વધારે હશે.