Site icon Revoi.in

પંકજ ત્રિપાઠીની ફિલ્મ માટે ગાયેલું સિંગર કેકે નું લાસ્ટ સોંગ રિલીઝ – ઈમોશનલ થયા ફેન્સ

Social Share

તાજેતરમાં જ મશહુર સિંગર કેકે નું અવસાન થયું છે, ત્યારે હવે તેમનું છેલ્લું સોંગ રિલીઝ કરવામાં આવ્યું ચે જેને સાંભળીને ફેન્સ ઈમોશનલ થયા છે.આ ગીતને હવેથી જોરદાર વ્યુઝ મળી રહ્યા છે. કેકેનો આ અવાજ બધાને જૂના દિવસોની યાદ અપાવી રહ્યો છે. લોકો માટે કેકેનું છેલ્લું ગીત સાંભળવું એ કોઈ ભાવનાત્મક ક્ષણથી ઓછું નથી.

બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર કેકેના મૃત્યુના આઘાતમાંથી લોકો હજુ બહાર આવી શક્યા નથી. કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન પરફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જો કે તેમના ગયા બાદ મ છેલ્લી વાર તેનો સુંદર અવાજ સાંભળી શકો છો. તેમનું છેલ્લું ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે. પંકજ ત્રિપાઠી અભિનીત આ ગીત જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

પંકજ ત્રિપાઠીએ તેની આગામી ફિલ્મ ‘શેરદિલ – ધ પીલીભીત સાગા’નું એક સોંગ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ સોંગનું શીર્ષક છે ‘ધૂપ પાની બહને દે’ છે. આ વીડિયો શેર કરતી વખતે, પંકજે કેપ્શનમાં કેકેને યાદ કર્યા અને લખ્યું- ‘કેકેનો સુંદર અવાજ તમને ફરીથી મંત્રમુગ્ધ કરી દેશે. #Sherdil માંથી DhoopPaaniBahneDe –  from #Sherdil – The Pilibhit Saga જેને ગુલઝાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું છે અને શાંતનુ મોઇત્રા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે…આ ગીત રિલીઝ થઈ ગયું છે’. 

પ્રખ્યાત ગાયક કેકેએ ફિલ્મ નિર્દેશક શ્રીજીત મુખર્જીની ફિલ્મ ‘શેરદિલ’ માટે તેમનું છેલ્લું ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીત સાથે કેકેની યાદો ફરી એકવાર ચાહકોના દિલમાં તાજી થવા જઈ રહી છે.

Exit mobile version