Site icon Revoi.in

ઈતની શક્તિ હમે દેના દાતા….ની 80 વર્ષિય સિંગર પુષ્પા પગઘરે આર્થિક રિતે પાયમાલ, પીએમ મોદી પાસે મદદની કરી પુકાર

Social Share

મુંબઈઃ ફિલ્મ ‘અંકુશ’માં’ ઇતની શક્તિ હમે દેના દાતા ‘ગીત દ્વારા પ્રસિદ્ધિ મેળવનાર ગાયિકા પુષ્પા પગધરે આ દિવસોમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. 80 વર્ષીય ગાયિકા પુષ્પાને રાજ્ય સરકાર તરફથી 3 હજાર150 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ આટલી નાની રકમમાં તેને પોતાનું જીવન ટકાવી રાખવા અને આ પેન્શન મેળવવા માટે સંઘર્ષ નો સામનો કરવો પડી રહ્યો છે.

પુષ્પાએ કહી પોતાની આપવીતી

સિંગર પુષ્પા અત્યારે મુંબઈના માહિમમાં મચ્છીમાર કોલોનીમાં ભાડાના મકાનમાં રહે છે. તેણે પોતાની આર્થિક સ્થિતિને ટાંકીને સરકાર પાસે મદદની અપીલ કરી છે. મળતી માહ્તી પ્રમાણે પુષ્પાએ 1989 માં પોતાના માટે ઘરની માંગણી કરી હતી. તેની માંગણીની અવગણના કરવામાં આવી છે. એક મુલાકાત દરમિયાન તેણીએ કહ્યું હતું કે, “એક સમયે હું ભંડોળ એકત્ર કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લેતી હતી. જ્યારે પણ હું મુંબઈ પાછી આવું ત્યારે હું તત્કાલીન મંત્રીને મળી અને મારી ફાઈલ વિશે પૂછ્યું, પરંતુ દરેક વખતે મને એક જ જવાબ મળ્યો. કે તે  પ્રવાસ પર થે અથવા તો અહીં હાજર ન નથી. સરકારે અમારા જેવા ગાયકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ”

એટલું જ નહીં, પુષ્પા તેના ગીત ‘ઈતની શક્તિ હમે દેના દાતા’ માટે રોયલ્ટી ન મળવાથી પણ નારાજ છે. તેમના ગીતોના કરોડોમાં વ્યૂઝ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ગાયિકાને તેની રોયલ્ટી મળી હોત તો તેણે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત. સિંગરે આ વિશે કહ્યું, “મારા કેટલાક સંબંધીઓ છે જે જરૂર પડે ત્યારે મને મદદ કરે છે. મને મારા ગીતો માટે યોગ્ય રીતે રોયલ્ટી પણ મળી નથી. હું સંપૂર્ણપણે અન્ય પર નિર્ભર છું. સરકારને બદલે, સંબંધીઓએ મને મદદ કરી છે.

ઈતની શક્તિ હને દેના દાતાના શબ્દો આજે પણ આપણા  હૃદય અને મનમાં રહે છે.આજે પણ લોકો ઘણીવાર શાંતિ માટે આ ગીત સાઁભળતા હોય છે. એટલું જ નહીં, આ ગીત શાળાની પ્રાર્થનામાં પણ ગવાય છે. પુષ્પાએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. સંગીતકાર કુલદીપ સિંહે આ ગીત કંપોઝ કર્યું છે. પુષ્પાને આ ગીતની ફી તરીકે માત્ર 250 રૂપિયા મળ્યા.