Site icon Revoi.in

રક્ષાબંધનના પર્વ પર ભાઈ સુશાંતસિહં રાજપૂતને યાદ કરીને બહેન શ્વેતા થઈ ભાવુક- સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો કર્યો શેર

Social Share

મુંબઈઃ બોલિવૂડના યંગ સ્ટાર્ર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું, જો કે તે આજે પણ લોકોના દિલમાં વસે છે તેણે પોતાની એક્ટિંગથી અને માસુમ ચહેરાથી બોલિવૂડ જગતમાં એક એલગ ઓળખ બનાવી હતી અને લોકોના દિલ જીત્યા હતા, ત્યારે તેના ચાહકો પણ દરેક ક્ષણે તેમને યાદ કરતા જોવા મળે છે.આજના આ રક્ષાબંઘનના દિવસે સુશાંતની બહેન શ્વેતા  ભાઈ સુશાંતને ખૂબ યાદ કરી રહી છે.

અભિનેતા સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી જોવા મળે છે. તે તેના ભાઈ સાથે જોડાયેલી ઘણી યાદો શેર કરતી રહે છે, જેને જોઈને ચાહકો પણ ભાવુક થઈ જાય છે. હવે શ્વેતાએ સુશાંત સાથે એક કોઈએ ન જોયો હોય તેવો  ફોટો શેર કર્યો છે આ ફોટો બન્ને ભાઈ બહેનના બાળપણનો ફોટો છે.

https://www.instagram.com/shwetasinghkirti/?utm_source=ig_embed&ig_rid=357d0d82-5660-4855-8c75-49a7964a596a

આ ફોટોમાં અભિનેતા સુશાંત તેની બહેનનો હાથ પકડીને ઉભો રહેલો જોવા મળી રહ્યો છે. શ્વેતા કોઈ વાત પર મોટેથી હસી રહી છે જ્યારે સુશાંત કેમેરા તરફ જોઈ રહ્યો છે. તસવીર પોસ્ટ કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું- ‘લવ યુ ભાઈ, અમે હંમેશા સાથે રહીશું. ગુડિયા ગુલશન. ‘

ઉલ્લેખનીય છે કે આજે 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ તસવીરે ચાહકોને વધુ ભાવુક કર્યા છે.શ્વેતાની આ પોસ્ટ પરર અનેક યૂઝર્સ કોમેન્ટ કરી તેને હિમ્મત આપી રહ્યા છે.

Exit mobile version