Site icon Revoi.in

અમદાવાદ-ધોલેરા વચ્ચે સિક્સ લાઈન એક્સપ્રેસ હાઈવે બનાવાશે, જમીન સંપાદનનું 92 ટકા કામ પૂર્ણ

Social Share

અમદાવાદઃ જિલ્લાના ધોલેરા વિસ્તારને સર જાહેર કરાયા બાદ ઓદ્યોગિક ક્ષેત્રે આ વિસ્તારનો સારોએવો વિકાસ થયો છે. એક સમયમાં ભાલ ગણાતા આ વિસ્તારની જમીન મફતમાં લેવા પણ કોઈ તૈયાર થતું નહોતું તે જમીનના ભાવ આજે લોકો રૂપિયા બોલાય રહ્યા છે. ધોલેરા સરને વધુ ડેવલોપમેન્ટ કરવા માટે અમદાવાદ-ધોલેરા વચ્ચે 109 કિમીને એક્સપ્રેસ હાઈવે બનાવાશે. જેને લીધે સરખેજથી ધોલેરાનો રસ્તો બે કલાકના બદલે 80 મિનિટનો થશે. ધોલેરાના 109.019 કિમીના રોડ પ્રોજેક્ટ માટે સરકારે હેક્ટરદીઠ જમીનના દોઢ લાખ ભાવ સામે 70.80 લાખ ભાવ ચૂકવી 1247 જમીનમાલિક પાસેથી કબજો મેળવ્યો છે. કુલ 1462માંથી 215 ખાતેદારને 76.19 કરોડ ચૂકવવાના બાકી છે. 2018થી જમીન સંપાદન ચાલતુ હતું. હાલ 92 ટકા કામ પૂર્ણ થયું છે, બાકીનું આઠ ટકા કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ધોલેરા વિસ્તારમાં 2021થી ઇન્ફાસ્ટ્રક્ચર- રોડનું કામ શરૂ થયું છે. જમીન સંપાદન સહિત આ પ્રોજકટની પ્રાથમિક અંદાજિત રકમ 4822 કરોડ રૂપિયા છે. પ્રોજેક્ટ પાછળ કુલ રકમ 6802 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ધોલેરા સર પ્રોજેકટ વિઘ્ન વગર પાર પાડવા સરકારે ખેડૂતોને જમીનના એક વીઘાના દોઢ લાખ બજાર ભાવની સામે 70 લાખ જેટલી માતબર રકમ અંદાજે 46 ગણા વધુ ભાવ આપ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કરતા ઘણો સારો એક્સપ્રેસવે બનવાની શક્યતા છે.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે કહ્યું કે, એકસપ્રેસવે પ્રોજેકટમાં સનાથલથી ધોલેરા તાલુકાના પીંપળીગામ સુધીના 71.07 કિ.મી.સુધી એલીવેટેડ કોરિડોર રહે છે. આ પ્રોજેક્ટને ચાર વિભાગમાં વહેલી દેવાયો છે. પ્રોજેકટના પેકેજ 1,2 અને 3માં સમાવેશ થતાં 24 ગામોની ખાનગી માલિકોની 889.19 હેકટર જમીન નેશનલ હાઇવે એક્ટ, 1956ની જોગવાઇઓ નીચે સંપાદન કરીને કુલ 949.10 કરોડ રૂપિયાનું વળતર નક્કી કરાયું છે. તે માટે 1462 ખાતેદારોની જમીન સંપાદન કરાઇ છે. આમાંથી 1247 ખાતેદારોની 872.91 કરોડ રૂપિયાનું વળતર ચૂકવી 816.38 હેકટરની જમીનનો કબજો મેળવી લેવાયો છે. આ રીતે જમીન સંપાદનની 92 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. એકસપ્રેસવે પોરજેકટની સાથે એમઆરટીએસ પ્રોજેકટનું પણ આયોજન કરાયું છે. અમદાવાદથી પીંપળી સુધી 120 મીટર પહોળાઇના (આરઓડબલ્યુ)માં 30 મીટર પહોળાઇમાં એમઆરટીએસ રેલ પ્રોજેકટ અને 90 મીટર પહોળાઇમાં એકસપ્રેસવે પ્રોજેકટનું બાંધકામ થશે. ધોલેરા સર તથા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીનું અંતર આ પ્રોજેકટના કારણે ઓછું થઇ જશે. ધોળકાના મોટાભાગના ગામોનો વિકાસ થશે. જમીન સંપાદન પ્રોજેકટમાં એક પણ કોર્ટ કેસ થયો નથી. આ પ્રોજેકટમાં 7 મુખ્ય બ્રિજ, 8 માઇનોર બ્રિજ અને 13 કેનાલ બ્રિજ તેમજ 3 રેલવે ઓવર બ્રિજ બનશે. ઉપરાંત 8 ઇન્ટરચેન્જ રોડ બનશે. 27 જેટલા ફલાય ઓવર અને વ્હીકલ અંડર પાસ તેમજ 49 જેટલા લાઇન વ્હિક્યુલર અંડર પાસ બનાવવાનું મંજૂર કરાયું છે. કુલ 6 ટોલ બનશે, જેમાં 3 મેઇન અને 3 બાયપાસ પ્લાઝા હશે. (file photo)