Site icon Revoi.in

ગુજરાતમાં સ્ટાર્ટઅપને એસકેસી કન્સલ્ટન્સી ‘બિઝડમ’ મારફતે પુરી પાડશે સેવા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં ઉભરી રહેલા સ્ટાર્ટઅપને પ્રોફેશનલ મદદ કરવા માટે અત્યંત સફળ અને જાણીતી એસકેસી કન્સલ્ટન્સી પોતાની સેવાઓને તેના નવા ઈનિશિયેટિવ અને એક એલગ જ સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ ‘બિઝડમ’ તરીકે વિસ્તરી રહી છે. ‘બિઝડમ’ પ્રોગ્રામ હેઠળ નવા શરૂ થયેલા સ્ટાર્ટઅપને જરૂરી માર્ગદર્શન સહિતની સેવા પુરી પાડવામાં આવશે.

એસકેસી કન્સલ્ટન્સીના ચીફ માર્કેટિંગ કમ્યુનિકેશન એડવાઇઝર સંજય ચક્રવર્તી દ્વારા સ્થાપવામાં આવી છે. જેઓ 25 વર્ષનો માર્કેટિંગ ક્મ્યુનિકેશનનો અનુભવ ધરાવે છે. ઈએસએસકેએસઈઈ એટલે કે એસકેસી કન્સલ્ટન્સી એક ઈન્ટેલેકચ્યુઅલ એડવાઈઝરી એન્ડ કન્સલ્ટન્સી ફર્મ છે અને સ્ટ્રેટેજિક માર્કેટિંગ કમ્યુનિકેશન ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને કામ કરી રહી છે. અમદાવાદમાં કાર્યરત આ કંપની રાજ્યની જુદી-જુદી સંસ્થાઓને જરૂરી માર્ગદર્શનની સેવા પુરી પાડે છે. હવે વિવિધ ક્ષેત્રમાં ઉભરી રહેલા સ્ટાર્ટઅપને પ્રોફેશનલ મદદ કરવા માટે એસકેસી કન્સલ્ટન્સી એક અલગ જ સ્ટ્રેટજિક બિઝનેસ યુનિટ ‘બિઝડમ’ તરીકે વિસ્તરી રહી છે. ‘બિઝડમ’ મારફતે નવા શરૂ થયેલા સ્ટાર્ટઅપને માર્ગદર્શન અને સલાહની સેવા પુરી પાડવામાં આવશે. આ અનોખો પ્રોગ્રામ સ્ટાર્ટઅપને તમની માર્કેટિંગ અને કમ્યુનિકેશનની બાબતમાં અત્યંત વ્યુહાત્મક હોય એવી બાબતોમાં મદદરૂપ બને છે. ‘બિઝડમ’ પ્રોગ્રામ દ્વારા ખાસ સ્ટાર્ટઅપ માટેની કન્સલ્ટન્સી અને એડવાઈઝરી સેવાઓ, અનુભવી પ્રોફેશનલ્સની ખાસ ડિઝાઈન કરેલી સ્ટ્રક્ચર્ડ ફી મુજબ મેળવી શકાશે.