Site icon Revoi.in

બિહારના રાજગીરમાં ચીનના તર્જ પર બન્યો સ્કાયવોક બ્રિજ – પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે આ કાંચનો પુલ

Social Share

દિલ્હીઃ- બિહારમાં આવેલું રાજગીર પ્રવાસીઓનું મનપસંદ સ્થળ  છે. રાજગીરની મુલાકાત લેવા માટે દેશના  અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ  આવતા હોય છે, ભગવાન બુદ્ધના વારસા સાથે ભારતીય ઇતિહાસને સમાવિષ્ટ કરતું આ શહેર, સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે હવે આ શહેરમાં ચીનની તર્જ પર પહેલો ગ્લાસ બ્રિજ બનીને  તૈયાર થઈ ચૂક્યો છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બિહારમાં બનેલો આ ગ્લાસ સ્કાયવોક બ્રિજ નેચર એડવેન્ચરને પ્રોત્સાહન આપશે.

ઉત્તરપૂર્વ ભારતનો આ પહેલો ગ્લાસ બ્રિજ છે, જે બિહાર સરકાર દ્વારા પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પુલ રાજગીર ક્ષેત્રમાં વધુ પર્યટનને પ્રોત્સાહિત કરવાની બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. રાજગીરમાં ગ્લાસ સ્કાયવોક બ્રિજ પણ ચીનના હંગઝોઉ પ્રાંતમાં 120 મીટર ઊંચા કાચના પુલની તર્જ પર બનાવવામાં આવ્યો છે. આ પુલ પર ચાલતી વખતે, તમે તમારા પગ નીચે પૃથ્વીને આસમાનમાંથી સરળતાથી જોઈ શકશો.

રાજગીર  શહેર તેની કુદરતી સુંદરતા માટે  ખુબ જાણીતું છે. બિહાર સરકારના પર્યટન વિભાગે આ પુલની આજુબાજુના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નેચર સફારી પાર્ક બનાવવાનો પણ  નિર્ણય લીધો છે. રાજગીરમાં ઝૂ સફારી, બટરફ્લાય પાર્ક, આયુર્વેદિક પાર્ક અને દેશ-વિદેશની જુદી જુદી જાતિના વૃક્ષો પણ લોકોમાં આકર્ષણ ફેલાવે છે,સામાન્ય રીતે આ વા વૃક્ષો આ સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી.

ઇશાનનો આ પ્રથમ ગ્લાસ બ્રિજ નવા વર્ષ નિમિત્તે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ સાથે કરોડો રૂપિયાના ખર્ચે રોપ-વેનું નિર્માણ પણ  કરવામાં આવી રહ્યું છે, જે લોકોને વિશ્વ શાંતિ સ્તૂપ સુધી સરળતાથી પહોચાડશે, લ્લખએનીય છે  કે નાલંદા જિલ્લાને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી જુ સફારી પાર્ક માટેની માન્યતા પણ પ્રાપ્ત થી ચૂકી છે

બિહારનો આ ગ્લાસનો બનેલો બ્રિઝ લોકોને મંત્તમુગ્ધ કરશે, આ પહેલા આ બ્રપિજ માત્ર ચીનમાં જોવા મળ્યો છે, ત્યારે હવે ભારતના લોકો પણ આ પ્રકારના બ્રિજની મજા માણી શકશે.

સાહિન-