Site icon Revoi.in

રાત્રે  લાઈટ ઓન રાખીને સુવાથી પણ થાય છે સ્વાસ્થ્ય પર અસર , લાઈટનો પ્રકાશ સીધે સીધો તમને કરે છે આ રીતે અસર

Social Share

આજે ઘણા લોકો રાત્રે સુતા પહેલા લાઈટ ઓન કરીને જ સુવે છે, તેઓને  લાઈટના પ્રકાશ વિના ઊંધ આવતી નથી પરંતુ આ પ્રકાશ ક્યારેક તેમની જીવનનો અંધકાર પણ બની શકે છે, જી હા લાઈટ ચાલુ રાખઈને સુવાથી આરોગ્યને ઘણું નુકશાન થાય છે , લાઇટ બંધ કરીને રાત્રે સારી ઊંઘ લેવાની આદત બેસ્ટ છે. પણ જે લોકો સુતા સમય લાઈટ ચાલુ રાખીને સુવે છે તે લોકોને ઘણી સમસ્યાઓ નડી શકે છે.તો ચાલો જાણીએ નિષ્ણાંતો આ લોકો માટે શું કહે છે.

રાત્રે ઊંઘતી  સમયે પ્રકાશના સંપર્કમાં આવવાથી અમુક હોર્મોન્સની પ્રવૃત્તિને અસર થઈ શકે છે, જે સારી ઊંઘ મેળવવામાં સમસ્યા ઊભી કરી શકે છે. જે લોકો સૂતી વખતે લાઇટ ચાલુ રાખે છે, તેઓ દરરોજ અન્ય લોકોની સરખામણીમાં ઓછી ઊંઘ લે છે.

આ સાથએ જ રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે. જો ઊંઘની સમસ્યા લાંબા સમય સુધી આ રીતે રહે છે, તો તેના કારણે ઘણા પ્રકારના રોગોનો ખતરો રહે છે.  કોઈપણ પ્રકારના પ્રકાશના સંપર્કમાં આવવાથી મગજને ગાઢ નિંદ્રા પ્રાપ્ત કરવી મુશ્કેલ બને છે. રાત્રે કૃત્રિમ પ્રકાશ મેલાટોનિન નામના હોર્મોનના સ્તરને પણ અસર કરી શકે છે, જે ઊંઘની ગુણવત્તા માટે જરૂરી માનવામાં આવે છે.

આથી વિશેષ કે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાથી મગજના કાર્યને અસર થઈ શકે છે, જેનાથી તમને લાંબા ગાળે ડિપ્રેશન થવાનું જોખમ રહે છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી આવતી વાદળી પ્રકાશ તમારા મૂડ પર નકારાત્મક અસર કરી શકે છે. ઊંઘની અછત પણ મૂડ ડિસઓર્ડર અને ચીડિયાપણુંનું કારણ બની શકે છે.